MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સઃ 21900- 21827 અને 21708 પોઈન્ટ
અમદાવાદ, 14 મેઃ
ડેઇલી ચાર્ટ પર બુલિશ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન અને સેકન્ડ હાફમાં મજબૂત ઇન્ટ્રાડે ટ્રેન્ડ રિવર્સલને ધ્યાનમાં રાખીને બજાર તેની સુધારાની મુસાફરી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેથી, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22200-22300 ધ્યાનમાં રાખવા. જો ઇન્ડેક્સ 22,300ની ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે તો 22500-22600 સુધી સુધરી શકે છે. સાથે સાથે 22,000-21,900ના સપોર્ટ લેવલ્સ ધ્યાનમાં રાખવાની પણ સલાહ મળી રહી છે. 13 મેના રોજ, BSE સેન્સેક્સ 112 પોઈન્ટ વધીને 72,776 પર હતો, જ્યારે નિફ્ટી 50 દિવસની નીચી સપાટીથી 283 પોઈન્ટની રિકવરી બાદ 49 પોઈન્ટ વધીને 22,104 પર બંધ રહ્યો હતો. GIFT નિફ્ટી 0.30 ટકાના વધારા અથવા 70 પોઈન્ટ સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સકારાત્મક શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 22,235ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
રિલાયન્સ સિક્યુરિટીઝની નજરે નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 21906-21708 પોઇન્ટ જ્યારે રેઝિસ્ટન્સ લેવલ્સ 22217- 22330 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સઃ 21900- 21827 અને 21708 પોઈન્ટ. અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22138- 22211 અને 22,330 પોઇન્ટ્સ.
સ્ટોક્સ ટૂ વોચઃ ટાટા મોટર્સ, ઝોમેટો, જીઇશિપિંગ, એબીબી, જિયો ફાઇનાન્સ, હિન્દઝીંક, એસબીઆઇ, યુપીએલ, ભેલ, આરવીએનએલ, એચએએલ
સેક્ટર્સ ટૂ વોચઃ ફાઇનાન્સિયલ, હેલ્થકેર, ડિફેન્સ, સિલેક્ટિવ મેટલ્સ પીએસયુ, આઇટી- ટેકનોલોજી
બેંક નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 47198- 46996 અને 46668 ધ્યાનમાં રાખવા અને રેઝિસ્ટન્સ લેવલ્સ 47,854 – 48,057 અને 48,385
બેંક નિફ્ટી છેલ્લાં સળંગ નવ સત્રોમાં પ્રથમ વખત સુધરીને બંધ થયો હતો, 333 પોઈન્ટ વધીને 47,754 પર પહોંચ્યો હતો અને 100-ડે EMA જાળવી રાખ્યા પછી ડેઇલી ચાર્ટ ઉપર લોંગ લોઅર શેડો સાથે બુલિશ કૅન્ડલસ્ટિક પેટર્નની રચના કરી હતી. બેંક નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 47198- 46996 અને 46668 ધ્યાનમાં રાખવા અને રેઝિસ્ટન્સ લેવલ્સ 47,854 – 48,057 અને 48,385 ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
FII અને DII પ્રવાહ | NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ |
FIIએ રૂ. 4,498.92 કરોડના શેર વેચ્યા હતા. DII એ 13મી મેના રોજ રૂ. 3,562.75 કરોડના સ્ટોકનું રોકાણ કર્યું | NSE એ પિરામલ એન્ટરપ્રાઇઝિસને 14 મે માટે F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યા છે, જ્યારે બલરામપુર ચીની મિલ્સ, કેનેરા બેંક, GMR એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હિન્દુસ્તાન કોપર, વોડાફોન આઇડિયા, પંજાબ નેશનલ બેંક, સેઇલ અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસને આ સૂચિમાં જાળવી રાખ્યા છે. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)