નેગેટિવ નોટ સાથે પૂર્ણ થયેલા સપ્તાહ છતાં નિફ્ટીએ તેની ચાર સપ્તાહની નીચી સપાટીએથી રિકવરી મેળવી છે. જેમાં 17166ની સપોર્ટ લાઇન જાળવી રાખી છે. 0.1 ટકાનો લોસ છતાં ઇન્ડેક્સ તેની અપરબેન્ડ અને ડિસેન્ડિંગ ચેનલને જાળવી રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટ શોર્ટ રનમાં વોલેટાઇલ રહેવા સાથે નેગેટિવ ઝોનમાં રહી શકે છે. નિફ્ટી 17500 પોઇન્ટની નીચે રહે ત્યાં સુધી મોટા સુધારાની શક્યતા ઓછી રહેશે. નેગેટિવ મોમેન્ટમ સાથે નિફ્ટી 17350 તરફની ચાલ જાળવે તેવી પણ શક્યતા જણાય છે. દરમિયાનમાં નિફ્ટીની રેન્જ 17500- 17800 વચ્ચેની રહે તેવી શક્યતા જણાય છે.

ડે ટ્રેડિંગ રેન્જઃ સપોર્ટ 17463 અને 17386 પોઇન્ટ જ્યારે રેઝિસ્ટન્સ 17630- 17721 પોઇન્ટને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવા સલાહ છે.

નિફ્ટી17539બેન્ક નિફ્ટી39421IN FOCUS
S-117463S-139216BHARATFORG
S-217386S-239010MCDOWELL-IN
R-117630R-139611SHREECEM
R-217721R-239801TATACHEM
MARKET LENS BY RELIANCE SECURITIES

BANK NIFTY OUTLOOK

સપ્તાહના છેલ્લા દિવસે બેન્ક નિફ્ટીમાં 39596- 39200 પોઇન્ટ વચ્ચેની રેન્જ રહેવા સાથે માર્કેટ તેની ઇન્ટ્રા-ડે હાઇથી નીચે બંધ રહ્યું છે. જોકે, 120 પોઇન્ટના સુધારા સાથે રહેવા સાથે 39421 પોઇન્ટ બંધ રહ્યો છે. અગાઉ જણાવ્યા અનુસાર જો એકવાર 39000 પોઇન્ટની સપાટી તોડે તો માર્કેટમાં 38400 પોઇન્ટ અને ત્યારબાદ 38000 પોઇન્ટ સુધીની ચાલ જોવા મળે તેવી શક્યતા નકારી શકાય નહિં.

ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ નીચામાં 39216- 39010 પોઇન્ટનો સપોર્ટ અને 39611- 39801 પોઇન્ટના રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)