MARKETLENS: NIFTY માટે સપોર્ટ 24775- 24738, રેઝિસ્ટન્સ 24858- 24904
અમદાવાદ, 23 ઓગસ્ટઃ નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ 24600નું લેવલ જાળવી રાખ્યું છે. અમેરીકન સહિત વૈશ્વિક શેરબજારોમાં અસમંજસની સ્થિતિ વચ્ચે ગીફ્ટી નિફ્ટી પણ ફ્લેટ રહ્યો છે. પરંતુ 24600નું લેવલ ટકી રહ્યું છે. તે ઉપરાંત હવે 25000ની સાયકોલોજીકલ તેમજ અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થયા બાદ માર્કેટમાં 24300 પોઇન્ટ સુધીના સુધારાનો આશાવાદ ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નીચામાં 24400- 24300 રોક બોટમ અને ઉપરમાં 25300- 25400ની ટ્રેડિંગ રેન્જ ધ્યાનમાં રાખવાની સલાહ આપી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 24775- 24738, રેઝિસ્ટન્સ 24858- 24904 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખવાની અને બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 50827- 50668 પોઇન્ટ જ્યારે રેઝિસ્ટન્સ 51112- 51239 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
બજારે પોઝિટિવ નોટ સાથે છતાં રેન્જબાઉન્ડ ટ્રેન્ડ નોંધાવવા સાથે નિફ્ટી 41 પોઈન્ટ વધીને 24,812 પર પહોંચ્યોઅને સતત છઠ્ઠા સત્રમાં તેની તેજીની સફર ચાલુ રાખી છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ RSI અને MACD માં પોઝિટિવ ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. ટેકનિકલ નિષ્ણાતોના મતે જો નિફ્ટી 24,800 થી ઉપર ટકી રહે છે, તો 24,950-25,000 ઝોન ઉચ્ચ બાજુએ જોવા મળી શકે. 24,600 એ તાત્કાલિક સપોર્ટ છે, 24,500 રોક બોટમ સમજીને ટ્રેડ કરવાની સલાહ મળી રહી છે.
નિફ્ટીઃ સપોર્ટ 24775- 24738, રેઝિસ્ટન્સ 24858- 24904
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50827- 50668 પોઇન્ટ જ્યારે રેઝિસ્ટન્સ 51112- 51239 પોઇન્ટ
સ્ટોક્સ ટૂ વોચઃ OLAELE, IREDA, BHARTIAIR, SPICEJET, PROTEAN, HFCL, ZOMATO, IDBI, HDFCBANK, RELIANCE, JIOFINANCE
સેક્ટર્સ ટૂ વોચઃ એનબીએફસી, સિલેક્ટીવ બેન્ક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સિલેક્ટિવ પીએસયુ, કન્સ્ટ્રકશન, આઇટી, ટેકનોલોજી, એનર્જી, ગ્રીન એનર્જીમાં સિલેક્ટિવ
ઇન્ડિયા VIX: સતત છઠ્ઠા સત્ર માટે નીચે તરફનું વલણ જાળવી રાખ્યું હતું, જે તેજીવાળાઓને વધુ સગવડનો સંકેત આપે છે. ઈન્ડિયા VIX 2.49 ટકા ઘટીને 13 માર્ક પર આવ્યો, જે 1 ઓગસ્ટ પછીનું તેનું સૌથી નીચું બંધ સ્તર છે, જે 13.33 સ્તરથી નીચે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)