MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.220નો સુધારો
મુંબઈ, 19 અમદાવાદઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.69,924.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,456.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 55444.88 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,718ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,898 અને નીચામાં રૂ.72,339 ના મથાળે અથડાઈ, રૂ.147 ઘટી રૂ.72,536ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.59,232 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.7,281ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.65 ઘટી રૂ.72,951ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાના વાયદાના ભાવમાં રૂ.147 અને ચાંદીમાં રૂ.109નો ઘટાડો
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.83,795ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,795 અને નીચામાં રૂ.82,736 ના મથાળે અથડાઈ, રૂ.109 ઘટી રૂ.83,164 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.187 ઘટી રૂ.83,000 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.187 ઘટી રૂ.82,982 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં નરમાઈ, બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.840.65ના ભાવે ખૂલી, રૂ.4.20 વધી રૂ.842.50 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.30 વધી રૂ.241.60 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.250ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.4.25 વધી રૂ.241.70 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.188.95 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.2.20 વધી રૂ.249.80 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ રૂ.64 ડાઊનઃ નેચરલ ગેસ સુધર્યુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,980ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,109 અને નીચામાં રૂ.6,837 ના મથાળે અથડાઈ, રૂ.64 ઘટી રૂ.6,869 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.65 ઘટી રૂ.6,868 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.149ના ભાવે ખૂલી, રૂ.0.60 વધી રૂ.147.50 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.6 વધી 147.5 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.23.06 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,800 અને નીચામાં રૂ.57,500 ના મથાળે અથડાઈ, રૂ.220 વધી રૂ.57,800ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.892.10 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.14,457 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 55,445 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,234.73 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,598.88 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,309.27 કરોડનાં 37,028 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,396.05 કરોડનાં 95,219 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.414.99 કરોડનાં 5,303 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.21.64 કરોડનાં 443 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.989.94 કરોડનાં 4,695 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.476.92 કરોડનાં 7,478 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5 કરોડનાં 18 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.9.53 કરોડનાં 294 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)