મુંબઈ, 20 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,418ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,455 અને નીચામાં રૂ.59,325ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.275 વધી રૂ.59,658ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.481 વધી રૂ.46,951 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.51 વધી રૂ.5,860ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.328 વધી રૂ.59,559ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાનો વાયદો રૂ.275 અને ચાંદીનો વાયદો રૂ.318 વધ્યો

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.68,349ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,550 અને નીચામાં રૂ.68,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.318 વધી રૂ.68,819ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.380 વધી રૂ.68,838 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.372 વધી રૂ.68,849 બોલાઈ રહ્યો હતો. MCX પર 1,56,377 સોદાઓમાં રૂ.11,404.62 કરોડનાં કામકાજ થયાં હતાં.

કોટન-ખાંડીનો વાયદો રૂ.200 નરમઃ મેન્થા તેલ ઢીલુ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ માર્ચ વાયદો રૂ.756ના ભાવે ખૂલી, રૂ.0.30 ઘટી રૂ.754.45 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.203.45 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી રૂ.256ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી રૂ.203.40 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.182.65 જસત-મિની માર્ચ વાયદો રૂ.1.60 ઘટી રૂ.256 બોલાઈ રહ્યો હતો. 11,994 સોદાઓમાં રૂ.1,547.52 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,484ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,489 અને નીચામાં રૂ.5,290ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.111 ઘટી રૂ.5,418 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.98 ઘટી રૂ.5,490 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.198ના ભાવે ખૂલી, રૂ.1.90 વધી રૂ.199.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.2 વધી 210.1 બોલાઈ રહ્યો હતો. 57,389 સોદાઓમાં રૂ.2,074.51 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,400 અને નીચામાં રૂ.61,120ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.61,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.30 ઘટી રૂ.993.60 બોલાયો હતો. રૂ.10.07 કરોડનાં કામકાજ થયા હતા.