મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,21,436 સોદાઓમાં કુલ રૂ.16,669.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7703.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8937.24 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,354ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,490 અને નીચામાં રૂ.54,301 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.133 વધી રૂ.54,433ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.67 વધી રૂ.43,620 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.5,363ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,100ના ભાવે ખૂલી, રૂ.142 વધી રૂ.54,099ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,849ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,267 અને નીચામાં રૂ.67,577 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 416 વધી રૂ.68,066 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 405 વધી રૂ.68,030 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.414 વધી રૂ.68,031 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 ઘટી રૂ.209 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.0.30 ઘટી રૂ.273ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5 વધી રૂ.707.45 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,239ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,240 અને નીચામાં રૂ.6,106 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.4 વધી રૂ.6,169 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.10 ઘટી રૂ.515.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.30,840ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.30,840 અને નીચામાં રૂ.30,100 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.390 ઘટી રૂ.30,150ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.90 વધી રૂ.1017.30 થયો હતો.