મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 1,24,924 સોદાઓમાં કુલ રૂ.6,831.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,800 અને નીચામાં રૂ.55,280 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.326 વધી રૂ.55,504ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.287 વધી રૂ.44,034 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.5,485ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,419ના ભાવે ખૂલી, રૂ.381 વધી રૂ.55,397ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,120 અને નીચામાં રૂ.69,850 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1021 વધી રૂ.70,592 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1004 વધી રૂ.70,534 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.980 વધી રૂ.70,506 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 51 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.208.60 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.0.20 ઘટી રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.40 વધી રૂ.724.55 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.190ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,760 અને નીચામાં રૂ.6,556 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 ઘટી રૂ.6,584 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.31.30 ઘટી રૂ.343.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.60 વધી રૂ.1033.50 થયો હતો.