મુંબઇ: હાજર બજારોની જરૂરિયાત મુજબની ખરીદી તથા વાયદામામ રાહ જોવાની રણનીતિ વચ્ચે કૄષિ કોમોડિટીના કરોબાર વધઘટે અથડાયા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૦૯૪.૩૦ ખુલી સાંજે ૮૦૭૯.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૩૧રૂ. ખુલી ઉંચામાં ૮૧૩૧ તથા નીચામાં ૮૧૩૧રૂ. થઇ સાંજે ૮૧૩૧રૂ. બંધ રહ્યા હતા.

 ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. જ્યારે હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી.  જીરાનાં  વાયદા કારોબાર ૪૫૭ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૮૭ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ તથા હળદરનાં  ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.   એરંડાના ભાવ ૭૧૮૨રૂ. ખુલી ૭૨૩૨રૂ., દિવેલનાં ભાવ ૧૪૬૧રૂ. ખુલી ૧૪૬૧રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૯૯૪રૂ. ખુલી ૩૦૫૩રૂ., ધાણા ૮૨૦૦રૂ. ખુલી ૮૦૮૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૭૧રૂ. ખુલી ૫૯૫૯રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૭૦૦રૂ. ખુલી ૧૨૬૨૦રૂ., જીરાનાં ભાવ ૩૩૪૯૦રૂ. ખુલી ૩૩૫૦૦રૂ., કપાસનાં ભાવ ૧૬૬૫.૦૦રૂ. ખુલી ૧૬૯૪.૦રૂ., સ્ટીલના ભાવ ૪૯૩૪૦ ખુલી ૪૮૯૪૦રૂ. અને હળદરનાં ભાવ  ૮૨૦૦ રૂ. ખુલી ૭૯૧૪રૂ. બંધ રહ્યા હતા.