MCX: સોનાના વાયદામાં રૂ.464, ચાંદીમાં રૂ.1272નો ઉછાળો
મુંબઈ, 6 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44,461. કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,159.97 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 33289.61 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,849ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,297 અને નીચામાં રૂ.70,849ના મથાળે અથડાઈ, રૂ.464 વધી રૂ.71,132ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.256 વધી રૂ.57,397 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.7,017ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.483 વધી રૂ.71,129ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.82,587 અને નીચામાં રૂ.81,603ના મથાળે અથડાઈ, રૂ.1,272 વધી રૂ.82,315ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,224 વધી રૂ.82,250 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,226 વધી રૂ.82,217 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.11.43 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ મે વાયદો રૂ.858.40ના ભાવે ખૂલી, રૂ.11.95 વધી રૂ.867.25 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.233.20 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.192ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.259ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.233.80 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.191.95 જસત-મિની મે વાયદો રૂ.1.35 વધી રૂ.259 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.48ની વૃદ્ધિ, કોટન–ખાંડી વાયદામાં રૂ.320ની નરમાઈ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,552ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,613 અને નીચામાં રૂ.6,546ના મથાળે અથડાઈ, રૂ.48 વધી રૂ.6,594 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.45 વધી રૂ.6,596 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ.4.50 વધી રૂ.183.60 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 4.6 વધી 183.6 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલ પણ ઢીલુ, નેચરલ ગેસમાં સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,640ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,640 અને નીચામાં રૂ.57,260ના મથાળે અથડાઈ, રૂ.320 ઘટી રૂ.57,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 ઘટી રૂ.929.10 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.11,160 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 33,290 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,535.96 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,094.13 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.401.07 કરોડનાં 12,582 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,147.71 કરોડનાં 68,274 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.53.07 કરોડનાં 1,051 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.33.80 કરોડનાં 678 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.725.23 કરોડનાં 3,353 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.181.26 કરોડનાં 3,205 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.94 કરોડનાં 7 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.2.32 કરોડનાં 69 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)