મુંબઈ, 27 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,385 અને નીચામાં રૂ.62,200ના મથાળે અથડાઈ, રૂ.179 વધી રૂ.62,328ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.167 વધી રૂ.50,052 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.6,115ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.154 વધી રૂ.61,920ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,659ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,680 અને નીચામાં રૂ.69,250ના મથાળે અથડાઈ, રૂ.122 વધી રૂ.69,552ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.167 વધી રૂ.69,736 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.245 વધી રૂ.69,722 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.723.50ના ભાવે ખૂલી, રૂ.0.50 વધી રૂ.724 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.198.75 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.180ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.216ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.75 વધી રૂ.199.30 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.180.05 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2.85 ઘટી રૂ.214.30 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,438ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,469 અને નીચામાં રૂ.6,422 ના મથાળે અથડાઈ, રૂ.12 ઘટી રૂ.6,454 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.6 ઘટી રૂ.6,457 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.146ના ભાવે ખૂલી, રૂ.0.70 વધી રૂ.146.50 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 0.4 વધી 146.8 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,020 અને નીચામાં રૂ.61,020 ના મથાળે અથડાઈ, રૂ.1,020 વધી રૂ.61,940ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.30 વધી રૂ.924.70 બોલાયો હતો.