MCX: ચાંદી વાયદામાં રૂ.424નો ઉછાળો, સોનામાં મિશ્ર વલણ
અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 21 AUGUST -23)
ચાંદી ચોરસા | 71000-72000 |
ચાંદી રૂપું | 70800- 71800 |
સિક્કા જૂના | 700- 900 |
999 સોનું | 60100- 60400 |
995 સોનું | 60100- 60400 |
હોલમાર્ક | 59190 |
મુંબઈ, 21 ઓગસ્ટઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,46,369 સોદાઓમાં કુલ રૂ.24,205.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,861.85 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17328.16 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 52,546 સોદાઓમાં રૂ.3,817.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,420ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,460 અને નીચામાં રૂ.58,281 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 વધી રૂ.58,388ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.324 ઘટી રૂ.47,160 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.5,824ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.58,092ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,425ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,722 અને નીચામાં રૂ.70,230 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.424 વધી રૂ.70,659 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.367 વધી રૂ.70,726 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.356 વધી રૂ.70,721 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 11,895 સોદાઓમાં રૂ.1,310.94 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.727ના ભાવે ખૂલી, રૂ.1 વધી રૂ.726.65 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.196.35 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.209ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.0.75 ઘટી રૂ.196.70 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0 કોઈ ફેરફાર વગર રૂ.183.90 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.0.75 ઘટી રૂ.208.75 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 49,061 સોદાઓમાં રૂ.1,700.58 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,837 અને નીચામાં રૂ.6,783 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.50 વધી રૂ.6,822 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.55 વધી રૂ.6,828 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.215ના ભાવે ખૂલી, રૂ.7.90 વધી રૂ.220.10 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 7.7 વધી 220.1 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડી વાયદામાં નરમાઈનો માહોલ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.32.65 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,000 અને નીચામાં રૂ.59,800 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.59,940ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.57 વધી રૂ.1,008.60 બોલાયો હતો.
વાયદાઓમાં રૂ.6,862 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 17328 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,689.87 કરોડનાં 2,895.811 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,127.81 કરોડનાં 300.405 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.341.45 કરોડનાં 5,04,260 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,359.13 કરોડનાં 6,16,76,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.239.65 કરોડનાં 12,176 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.24.81 કરોડનાં 1,346 ટન તાંબાના વાયદાઓમાં રૂ.678.12 કરોડનાં 9,335 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.368.36 કરોડનાં 17,548 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.59 કરોડનાં 768 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.28.06 કરોડનાં 277.92 ટનનાં કામકાજ થયાં હતાં.