અમદાવાદ, 21 ઓગસ્ટ:  સિન્ટેક્સ BAPL લિમિટેડ (સિન્ટેક્સ)ને વેલસ્પન વર્લ્ડ દ્વારા તાજેતરમાં હસ્તગત કરવામાં આવી છે. વેલસ્પનના પ્રવક્તાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, “IBC હેઠળ ક્લીન સ્લેટનો સિદ્ધાંત અમને અસરકારક વ્યૂહરચનાઓ અમલમાં મૂકવાની અને સિન્ટેક્સની કામગીરી સુધારવાની સાથે બજાર હિસ્સાને વધારવાની ઉત્તમ તક પૂરી પાડે છે. જો કે, બજારની વર્તમાન સ્થિતિ કંપનીની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચને નિયંત્રિત કરવા માટે આવશ્યક નિર્ણયોની જરૂરિયાત છે. જે સિન્ટેક્સને તેના ખોવાયેલો ગૌરવ પુનઃપ્રાપ્ત કરવામાં અને બજાર હિસ્સાને પુનઃ હાંસિલ કરવામાં મદદ કરશે. સિન્ટેક્સના પુનરોત્થાન અને વૃદ્ધિ યોજનાને ધ્યાનમાં રાખતા, કંપનીએ માન્ય કાયદા અનુસાર કેટલાક કર્મચારીઓને સેવાઓમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. નૈતિક વ્યવસાય પ્રથાઓના અનુસરણ માટે જાણીતા જૂથ તરીકે યોગ્ય કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે. વેલસ્પન જૂથ દ્રઢપણે માને છે કે કામગીરીની સુવ્યવસ્થિતતા સિન્ટેક્સને નિશ્ચિતપણે પુનઃજીવિત કરવામાં મદદરૂપ થશે અને તેનું ગૌરવ પુનઃપ્રાપ્ત કરાવશે. આ સાથે કંપનીના બજાર હિસ્સામાં પણ નિશ્ચિતપણે અનેક ગણો વધારો થશે.