MCX: ચાંદીના વાયદામાં રૂ.697નો ઉછાળો
મુંબઈ, 11 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.8,434.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,508.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6925.99 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,815ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,908 અને નીચામાં રૂ.72,805ના મથાળે અથડાઈ, રૂ.212 વધી રૂ.72,880ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.58,736 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.7,186ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.181 વધી રૂ.72,810ના સ્તરે પહોંચ્યો હતો.
સોનામાં રૂ.212 અને ક્રૂડ તેલમાં રૂ.50ની તેજી
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,545 અને નીચામાં રૂ.93,325ના મથાળે અથડાઈ, રૂ.697 વધી રૂ.93,529ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.656 વધી રૂ.93,437 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.652 વધી રૂ.93,429 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.0.66 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.870.90ના ભાવે ખૂલી, રૂ.5.20 વધી રૂ.873.90 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.229.75 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.60 વધી રૂ.276ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.231.25 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.189.65 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.50 વધી રૂ.275.90 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલના વાયદામાં નરમાઈ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,907ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,914 અને નીચામાં રૂ.6,903ના મથાળે અથડાઈ, રૂ.50 વધી રૂ.6,908 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.54 વધી રૂ.6,911 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.195ના ભાવે ખૂલી, રૂ.0.90 વધી રૂ.195.80 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1 વધી 196 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસમાં સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,000 અને નીચામાં રૂ.58,000ના મથાળે અથડાઈ, કોઈ ફેરફાર વગર રૂ.58,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.90 ઘટી રૂ.970 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,508 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6,926 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.375.59 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.674.56 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.116.51 કરોડનાં 2,706 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.120.69 કરોડનાં 7,437 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.17.53 કરોડનાં 278 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.11.26 કરોડનાં 206 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.138.98 કરોડનાં 637 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.72.23 કરોડનાં 1,065 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..28 કરોડનાં 1 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.65 કરોડનાં 104 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)