અમદાવાદ, 5 માર્ચઃ કેટલાંક ચોક્કસ સ્ટોક બ્રોકર્સએ તેમની સાઇઝ, તેમનાં ટ્રેડિંગ વોલ્યુમ્સ અને તેમના દ્વારા સંચાલિત તેમના ક્લાયન્ટ્સના ફંડની રકમ જેવા વિવિધ પરિબળોને કારણે ભારતીય સીક્યોરિટીઝ બજારમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે, જેના પગલે થોડાં સ્ટોક બ્રોકર્સ વચ્ચે મહત્તમ કામગીરી કેન્દ્રિત થઈ છે. આ પ્રકારના સ્ટોક બ્રોકર્સ સાથે સંબંધિત નીતિનિયમોના પાલન અને તેમના કામગીરીના નિરીક્ષણની જરૂરિયાતને વધારે મજબૂત બનાવવા તેમજ સીક્યોરિટીઝ બજારની અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા સેબીએ 17 જાન્યુઆરી, 2023ના રોજ ગેઝેટ જાહેરનામું બહાર પાડીને ચોક્કસ સ્ટોક બ્રોકર્સને ક્વોલિફાઇડ સ્ટોક બ્રોકર્સ (ક્યુએસબી) તરીકે નિયુક્ત કરવા માટે સેબી (સ્ટોક બ્રોકર્સ) નિયમનો, 1992માં સુધારો કર્યો છે. પરિણામે સેબીએ 6 ફેબ્રુઆરી, 2023ના રોજ “ક્વોલિફાઇડ સ્ટોક બ્રોકર્સ (ક્યુએસબી) પર જવાબદારીઓ અને દાયિત્વમાં વધારા” પર સર્ક્યુલર નંબર SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/24માં ક્યુએસબી તરીકે નિયુક્ત ચોક્કસ સ્ટોક બ્રોકર્સ માટે માપદંડોની સવિસ્તરણ જાહેર કરી છે.

એ મુજબ, કથિત સર્ક્યુલરમાં પરિભાષિત માપદંડોને આધારે ચોક્કસ સ્ટોક બ્રોકર્સને ક્યુએસબી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ ક્યુએસબીને સંવર્ધિત નીતિનિયમોનું પાલન કરવું અને વધારાની જવાબદારીઓ અદા કરવાની જરૂર પડશે. ક્યુએસબીના સંવર્ધિત નિરીક્ષણને તમામ એક્સચેન્જ પર 01 જુલાઈ, 2023થી હાથ ધરવામાં આવશે.

નીચે ક્યુએસબીની યાદી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આપી છે અને આ રેન્કિંગનો સંકેત આપતી નથી

ક્રમસ્ટોક બ્રોકર્સનું નામ
15પૈસા કેપિટલ લિમિટેડ
2આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ
3એન્જલ વન લિમિટેડ
4ગ્લોબલ કેપિટલ માર્કેટ લિમિટેડ
5એચડીએફસી સીક્યોરિટીઝ લિમિટેડ
6આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ
7આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ
8જૈનમ બ્રોકિંગ લિમિટેડ
9કોટક સીક્યોરિટીઝ લિમિટેડ
10મોતિલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ
11નેક્સ્ટબિલિયન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ
12નુવામા વેલ્થ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ
13આરકેએસવી સીક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
14શેરખાન લિમિટેડ
15ઝેરોધા બ્રોકિંગ લિમિટેડ