મુંબઈ, 25 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,269ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,455 અને નીચામાં રૂ.58,143ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,559ના ઉછાળા સાથે રૂ.59,565ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,381 વધી રૂ.47,074 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.131 વધી રૂ.5,820ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,494 ઊછળી રૂ.59,436ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.67,140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,262 અને નીચામાં રૂ.67,003ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,681ના ઉછાળા સાથે રૂ.70,212ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3,489 વધી રૂ.70,122 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3,474 ઊછળી રૂ.70,126 બંધ થયો હતો. એમસીએક્સ પર 11,10,855 સોદાઓમાં રૂ.71,698.03 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે તાંબુ માર્ચ વાયદો રૂ.755.80ના ભાવે ખૂલી, રૂ.32.15 વધી રૂ.783.45 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.203.85 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.256ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.204.20 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.181.55 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.35 વધી રૂ.255.90 બંધ થયો હતો. 1,06,411 સોદાઓમાં રૂ.14,228.2 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,761ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,903 અને નીચામાં રૂ.5,359ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.42ના સુધારા સાથે રૂ.5,790 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.40 વધી રૂ.5,792 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.209ના ભાવે ખૂલી, રૂ.31.70 ઘટી રૂ.178.60 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 28.9 ઘટી 192.4 બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન 7,61,979 સોદાઓમાં રૂ.26,422.19 કરોડનો ધંધો થયો હતો.