MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,169 અને ચાંદીમાં રૂ.1,665નું ગાબડું
મુંબઈઃ દેશના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 મે સુધીના સપ્તાહ દરમિયાન 64,23,740 સોદાઓમાં કુલ રૂ.5,05,182.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,447.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.395480.87 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,92,518 સોદાઓમાં રૂ.59,391.44 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,795ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,498 અને નીચામાં રૂ.59,540ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,169 ઘટી રૂ.59,723ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.754 ઘટી રૂ.48,111 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.113 ઘટી રૂ.6,005ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,128 ઘટી રૂ.59,758ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.73,675ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,763 અને નીચામાં રૂ.71,811ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,665 ઘટી રૂ.72,143ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,659 ઘટી રૂ.72,156 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,658 ઘટી રૂ.72,146 બંધ થયો હતો.
મેન્થા તેલ ઢીલુ, બુલડેક્સ વાયદામાં રૂ.254 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 95,026 સોદાઓમાં રૂ.10,718.88 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.729.85ના ભાવે ખૂલી, રૂ.10.70 ઘટી રૂ.718.50 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.2.90 વધી રૂ.208.85 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.7.40 ઘટી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 વધી રૂ.209.05 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.183.65 જસત-મિની મે વાયદો રૂ.7.40 ઘટી રૂ.223.50 બંધ થયો હતો.
ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ કોટન-ખાંડીના વાયદામાં સેંકડા ઘટ્યા
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 10,17,544 સોદાઓમાં રૂ.39,260.4 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,831ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,037 અને નીચામાં રૂ.5,714ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.87 વધી રૂ.5,930 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.87 વધી રૂ.5,934 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ.33.10 વધી રૂ.212.70 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 32.9 વધી 212.7 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન રૂ.76.95 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.61,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,840 અને નીચામાં રૂ.60,940ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.760 ઘટી રૂ.61,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3 ઘટી રૂ.952.80 બોલાયો હતો.
વાયદામાં રૂ.1,09,448 કરોડ, ઓપ્શન્સમાં રૂ.3,95,480 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.27,350.72 કરોડનાં 45,218.804 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.32,040.72 કરોડનાં 4,396.241 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.14,779.12 કરોડનાં 2,51,54,750 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.24,481.28 કરોડનાં 1,24,29,05,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,147.36 કરોડનાં 55,418 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.321.29 કરોડનાં 17,476 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,253.55 કરોડનાં 86,555 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,996.68 કરોડનાં 131,653 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.58.83 કરોડનાં 9,600 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.18.12 કરોડનાં 189 ટનનાં કામકાજ થયાં હતાં.