મુંબઈ, 17 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9થી 15 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 94,23,593 સોદાઓમાં કુલ રૂ.8,17,870.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.90,309.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,27,503.06 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,85,879 સોદાઓમાં રૂ.64,131.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,464ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,544 અને નીચામાં રૂ.61,190ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.821ના ભાવઘટાડા સાથે રૂ.61,622ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.396 ઘટી રૂ.49,702 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.6,071ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.913 ગબડી રૂ.61,306ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીમાં રૂ.284ની વૃદ્ધિ

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,895 અને નીચામાં રૂ.69,128ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.284 વધી રૂ.71,121ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.274 વધી રૂ.71,179 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.252 વધી રૂ.71,175 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 75,954 સોદાઓમાં રૂ.7,354.39 કરોડના વેપાર થયા હતા. તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.706.30ના ભાવે ખૂલી, રૂ.8.50 વધી રૂ.714.75 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.200.05 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.179ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.211ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.200.15 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.178.45 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.0.95 વધી રૂ.210.95 બંધ થયો હતો. સ્ટીલ રિબાર ફેબ્રુઆરી 1 ટન દીઠ રૂ.2,570 ઘટી રૂ.43,870 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા, નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,28,449 સોદાઓમાં રૂ.18,720.44 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,320ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,543 અને નીચામાં રૂ.6,276ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.176 વધી રૂ.6,483 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.177 વધી રૂ.6,485 બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.160ના ભાવે ખૂલી, રૂ.27.60 ઘટી રૂ.133.60 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 27.7 ઘટી 133.7 બંધ થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.1,080 વધ્યો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.102.77 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,300ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,100 અને નીચામાં રૂ.57,700ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,080 વધી રૂ.59,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.80 ઘટી રૂ.898.70 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.90,309 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,27,503 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.17,908.31 કરોડનાં 28,974.149 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.46,223.20 કરોડનાં 6,515.286 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,046.01 કરોડનાં 14,124,350 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.9,674.43 કરોડનાં 6,65,734,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,000.90 કરોડનાં 49,772 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.302.81 કરોડનાં 17,097 ટન તાંબાના વાયદાઓમાં રૂ.3,187.46 કરોડનાં 44,995 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,862.97 કરોડનાં 1,37,534 ટનના વેપાર થયા હતા. સ્ટીલ રિબાર વાયદામાં રૂ.0.25 કરોડનાં 55 ટન નાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.76.71 કરોડનાં 13,008 ખાંડી, મેન્થા તેલ વાયદામાં રૂ.26.06 કરોડનાં 288.72 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)