મુંબઈ, માર્ચ 13: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, ભારતના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંનું એક આજે રજૂ કરે છે, મિરે એસેટ NIFTY 100 લો વોલેટિલિટી 30 ETF. મિરે ETFએ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડનો એક હિસ્સો છે અને તે એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ માટે ઉપયોગી છે અને મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ)એ 13મી માર્ચ, 2023ના રોજ ખૂલીને 21મી માર્ચ, 2023ના રોજ બંધ થશે. આ યોજનાએ 27મી માર્ચ, 2023ના રોજ વેચાણ અને ફરીથી ખરીદી માટે ખોલવામાં આવશે. આ ફંડએ ફંડ મેનેજર શ્રી એક્તા ગાલા, મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મેનેજ કરવામાં આવશે. એનએફઓ દરમિયાન રોકાણકાર ઓછામાં ઓછું રૂ. 5000 કે કોઈપણ ક્વોન્ટમમાં તેની સાથે રૂ.1ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. NIFTY 100 લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સએ એક સ્માર્ટ બિટા ETF છે, જેનો હેતુ માર્કેટમાં વધુ મૂડી ધરાવતા હિસ્સામાં ઓછી વોલેટિલિટી ધરાવતી સિક્યુરિટીમાં સારી કામગીરી બતાવવાનો છે. સ્માર્ટ બિટા ETFનો હેતુ સંભવિતપણે બંને સક્રિય અને નિષ્ક્રિય રોકાણના ફાયદાઓને જોડવાનો છે. સ્માર્ટ બિટા ETFએ સમગ્ર વિશ્વમાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે, કેમકે તે વિવિધ પરિબળોનો ઉપયોગ કરીને આલ્ફા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.