22 એપ્રિલ, 2023: ભારતનું એકમાત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) ગોલ્ડ અને સિલ્વર ગુડ ડિલિવરી રિફાઇનર MMTC- PAMP અક્ષય તૃતીયા ગોલ્ડ અને સિલ્વર બાર્સની તેની નવીનતમ ઓફરનું અનાવરણ કર્યું છે. કંપનીએ 10 ગ્રામ વજનના ‘દેવી લક્ષ્મી ગોલ્ડ બાર’ અને 50 ગ્રામ વજનના ‘દેવી લક્ષ્મી અને ભગવાન બાલાજી સિલ્વર બાર’ રજૂ કર્યા છે.

આ લોન્ચિંગ વિશે MMTC- PAMP મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિકાસ સિંઘે જણાવ્યું હતું કેઆ વિશિષ્ટ ઓફર્સ દ્વારા, અમે અમારા ગ્રાહકોને સમૃદ્ધિ અને અનંત સૌભાગ્યની કામના કરીએ છીએ. આ અનોખી રીતે તૈયાર કરાયેલા સૌથી શુદ્ધ 999.9 ગોલ્ડ અને સિલ્વર બારમાં દેવી લક્ષ્મી અને ભગવાન બાલાજીની ભવ્યતા જોવા મળે છે અને MMTC- PAMP શુદ્ધતાના વચનને પૂર્ણ કરે છે. MMTC- PAMP ભક્તિ શ્રેણીના વિસ્તરણના ભાગરૂપે સૌથી શુદ્ધ 24 કેરેટ 999.9 બારનું વજન 10 ગ્રામ છે.