મુંબઈ, તા. 22 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,038ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,170 અને નીચામાં રૂ.59,653ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.735 ઘટી રૂ.60,503ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.355 ઘટી રૂ.48,209 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 ઘટી રૂ.6,039ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.598 ઘટી રૂ.60,389ના સ્તરે પહોંચ્યો હતો. 10,43,147 સોદાઓમાં રૂ.70,094.63 કરોડનાં કામકાજ થયાં હતાં.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.77,199ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,549 અને નીચામાં રૂ.73,905ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,426 ઘટી રૂ.75,501ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,530 ઘટી રૂ.75,247 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,537 ઘટી રૂ.75,240 બંધ થયો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14થી 20 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 51,28,134 સોદાઓમાં કુલ રૂ.3,60,030.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,327.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.249405.18 કરોડનો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે તાંબુ એપ્રિલ વાયદો રૂ.788.45ના ભાવે ખૂલી, રૂ.22.15 ઘટી રૂ.766.10 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.65 વધી રૂ.212.90 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.95 ઘટી રૂ.246ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.4.65 વધી રૂ.213.05 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.183.30 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.4.95 ઘટી રૂ.246.15 બંધ થયો હતો. 99,772 સોદાઓમાં રૂ.12,114.18 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલનો વાયદો રૂ.352 લપસ્યો, નેચરલ ગેસમાં સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,729ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,796 અને નીચામાં રૂ.6,340ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.352 ઘટી રૂ.6,386 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.347 ઘટી રૂ.6,387 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.165ના ભાવે ખૂલી, રૂ.20 વધી રૂ.185.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 19.7 વધી 185.2 બંધ થયો હતો. 7,91,900 સોદાઓમાં રૂ.27,982.14 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.640 અને કપાસનો વાયદો રૂ.13.50 નરમ, મેન્થા તેલ પણ ઢીલુ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,600 અને નીચામાં રૂ.1,552ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.14 ઘટી રૂ.1,552 થયો હતો. કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.62,940ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,380 અને નીચામાં રૂ.62,220ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.640 ઘટી રૂ.62,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.33.90 ઘટી રૂ.963.20 બોલાયો હતો. રૂ.136.92 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,10,327 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,49,405 કરોડનું ટર્નઓવર, બુલડેક્સ વાયદામાં રૂ.298 કરોડનાં કામકાજ

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.27,433.37 કરોડનાં 45,474.674 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.42,661.26 કરોડનાં 5,640.691 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,882.51 કરોડનાં 14,970,140 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.18,099.63 કરોડનાં 970,185,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,980.91 કરોડનાં 93,198 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.508.65 કરોડનાં 27,767 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,690.94 કરોડનાં 85,850 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,933.68 કરોડનાં 117,096 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.103.93 કરોડનાં 16,368 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.32.93 કરોડનાં 334.8 ટનનાં કામકાજ થયાં હતાં.