નવી દિલ્હી: રેટિંગ ફર્મ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને પંજાબ નેશનલ બેન્કના બેન્કોની ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારાને જોતાં લોંગ ટર્મ ડિપોઝિટ રેટિંગ અપગ્રેડ કર્યાં છે. આ ચારેય બેન્કોના રેટિંગ સુધારી લોંગ ટર્મ ટ્રેન્ડ પોઝિટીવ રહેવાના અંદાજ સાથે સ્ટેબલ વલણ દર્શાવ્યું છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્રેડિટની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો છે. જેના પગલે રેટિંગમાં સુધારો થયો હોવાનું મૂડીઝે જણાવ્યું હતું.

SBIની લોંગ ટર્મ લોકલ અને ફોરેન કરન્સી બેન્ક ડિપોઝિટ રેટિંગ Baa3 કર્યું છે. જ્યારે બેઝલાઈન ક્રેડિટ એસેસમેન્ટ (BCA) અને એડિશનલ ટીઅર 1 સિક્યુરીટીઝ (AT1) પ્રોગ્રામ રેટિંગ Ba2 અને (P)B2માંથી અપગ્રેડ કરી ‘ba1’ અને (P)B1 કર્યું છે.

બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને પંજાબ નેશનલ બેન્કનું લોંગ ટર્મ લોકલ એન્ડ ફોરેન કરન્સી બેન્ક ડિપોઝિટ રેટિંગ Ba1થી અપગ્રેડ કરી Ba3 કર્યું છે.

આ ત્રણેય બેન્કોની BCAs પણ b1થી સુધારી ba3 કરી છે. બેન્કોની એસેટ ગુણવત્તામાં સુધારો: સહાયક ઓપરેટિંગ વાતાવરણ, સુધારેલ કોર્પોરેટ બેલેન્સ શીટ્સ અને બહેતર રિટેલ અંડરરાઈટિંગ ગુણવત્તા દ્વારા આ બેન્કોની એસેટ ગુણવત્તા આગામી 12-18 મહિનામાં સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. નીચા ધિરાણ ખર્ચે આ બેન્કોને વધુ નફો મેળવવામાં મદદ કરી છે જે આગામી 12-18 મહિનામાં ટકાઉ રહેવાની અપેક્ષા છે. બેન્કોનું મૂડીકરણ છેલ્લા બે વર્ષમાં વધ્યું છે. જે ઇક્વિટી બજારોમાંથી મૂડી એકત્ર કરવાને કારણે થયું છે. આગામી 12-18 મહિનામાં આ બેન્કોનું મૂડીકરણ સ્થિર રહેશે. હાલમાં, આ ચાર બેન્કોના ડિપોઝિટ રેટિંગ પહેલાથી જ ભારતના સોવરિન રેટિંગ Baa3ના સ્તરે છે. જો ભારતનું સોવરિન રેટિંગ અપગ્રેડ થાય તો જ તેના રેટિંગ અપગ્રેડ કરી શકાય છે. જો કે, જો સોવરિન રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવશે તો ડિપોઝિટ રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવશે.