વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડે નવા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS (મિહોસ)નું  ઓનલાઇન બુકિંગ 22 જાન્યુઆરી, 2023થી શરૂ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો સમગ્ર દેશમાં 600+ અધિકૃત શોરૂમમાંથી તેમજ કંપનીની વેબસાઇટ www.joyebike.com/mihos/ પરથી MIHOS બુક કરી શકશે. MIHOSની ડિલિવરી તબક્કાવાર રીતે માર્ચ, 2023માં શરૂ થશે. ઓટો એક્ષ્પો 2023 દરમિયાન પ્રસ્તુત થયેલું અને રૂ. 1,49,000 (એક્સ-શોરૂમ, અખિલ ભારતીય ધોરણે પ્રથમ 5000 ગ્રાહકો માટે) કિંમત ધરાવતું MIHOS પોલી ડાયસાયકલો પેન્ટાડાઇન (PDCPD) સાથે ડિઝાઇન કરેલું અને વિકસાવેલું છે. વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી સીએમડી યતિન ગુપ્તેએ કહ્યું હતું કે રિટ્રો સ્ટાઇલ ધરાવતું ઇલેક્ટ્રિક ક્લાસિક સ્કૂટર Mihos 750 એમએમની ઊંચાઈ અને 1,360 એમએમના વ્હીલબેઝ સાથે પહોળી અને લાંબી સીટ, L (લંબાઈ) =1,864 એમએમ | W (પહોળાઈ)=700 એમએમ | H (ઊંચાઈ)=1,178 એમએમ સાથે સુવિધાજનક અર્ગોનોમિક્સ, 175 એમએમ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ, MIHOS પોલી ડાયસાયકલો પેન્ટાડાઇન કે PDCPD નામની વિશિષ્ટ સામગ્રીમાંથી બનાવ્યું છે. MIHOS 95 એનએમના તાત્કાલિક ટોર્ક સાથે 7 સેકન્ડથી ઓછા સમયમાં 0થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે અને CAN-આધારિત ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક્સ છે. MIHOS નિકલ મેંગેનીઝ કોબાલ્ટ કેમિસ્ટ્રી સાથે 74V40Ah Li-Ion આધારિત બેટરી ધરાવે છે, જે 2.5 kWhની ચોખ્ખી એનર્જી કન્ટેન્ટ ધરાવે છે.