ત્રિવેન્દ્રમ, 11 એપ્રિલઃ મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (MFL or “Company”) રૂ. 360 કરોડ જેટલી રકમ એકત્રિત કરવા માટે સિક્યોર્ડ, રીડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ની XVI Tranche IV સિરીઝ જાહેર કરી છે જે રૂ. 1,100 કરોડની શેલ્ફ લિમિટમાં જ છે. રૂ. 100 કરોડના મૂલ્યનો Tranche IV ઇશ્યૂ રૂ. 260 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે છે જેનું કુલ મૂલ્ય રૂ. 360 કરોડ સુધીનું છે (“Tranche IV Issue”). રૂ. 1,000ની ફેસ વેલ્યુ સાથે Tranche IV ઇશ્યૂ 10 એપ્રિલ 2024થી 25 એપ્રિલ, 2024 સુધી લોકો માટે ખૂલ્લો રહેશે જે વહેલા ડિસ્ક્લોઝરને આધીન રહેશે અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગ) રેગ્યુલેશન્સ, 2021ના નિયમન 33એ મુજબ સંબંધિત મંજૂરીઓને આધીન રહેશે.

Tranche IV ઇશ્યૂ હેઠળના NCD I, II, III, IV, V, VI, VII, VIII, IX, X, XI, XII and XIII જેવી વિવિધ સ્કીમ્સમાં માસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ પેમેન્ટ વિકલ્પો સાથે 26 મહિના, 38 મહિના, 60 મહિના, 72 મહિના અને 94 મહિનાના મેચ્યોરિટી/સમયમર્યાદા વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. તમામ કેટેગરીમાં NCD હોલ્ડર્સ માટે અસરકારક યિલ્ડ (વર્ષે) 8.90 ટકાથી 10 ટકા છે. અને બીએસઈના ડેટ માર્કેટ સેગમેન્ટ પર લિસ્ટ કરવાની યોજના છે. આ ફંડ્સનો ઓનવર્ડ લેન્ડિંગ, ફાઇનાન્સિંગ અને અમારી કંપનીના હાલના ઋણની મૂડી તથા વ્યાજની પુનઃચૂકવણી/પૂર્વ ચૂકવણી માટે તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે તેવું મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઈઓ શાજી વર્ગીસે જણાવ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)