SIP રીટેન્શન FY21માં 39% થી સુધરી FY22માં 58%ની સપાટીએ પહોંચ્યુંSIP એકાઉન્ટ્સની સંખ્યા 90 ટકા વધી 2.66 કરોડ થઈ
SIP રીટેન્શન FY21માં 39% થી સુધરી FY22માં 58% થયા2021-22માં 2.66 કરોડ SIP ખાતા ખુલવા સામે 1.11 કરોડ બંધ/ પરિપક્વ થયા

અમદાવાદઃ કોરોના મહામારી બાદ સર્જાયેલી નાણાકીય ક્રાઈસિસમાં બચત વૃત્તિનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. રિટેલ રોકાણકાર પણ સુરક્ષિત લોંગ ટર્મ વ્યૂ સાથે રોકાણ કરવા માગતાં હોવાથી મ્યુચ્યુલ ફંડ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ગત નાણાકીય વર્ષમાં નવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) શરૂ કરાવનારની સંખ્યા 90 ટકા વધી 2.66 કરોડ થઈ છે. રિટેલ રોકાણકારો હવે નાના રેગ્યુલર ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ વધારી રહ્યાં છે. SIP રીટેન્શન FY21માં 39% થી સુધરી FY22માં 58% થયુ હતું. નાણાકીય વર્ષ 2020-21માં 1.41 કરોડ SIP ખાતા ખોલવામાં આવ્યા હતા જ્યારે 0.86 કરોડ ખાતા બંધ અથવા પરિપક્વ થયા હતા. બીજી તરફ, નાણાકીય વર્ષ 2021-22માં 2.66 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા અને 1.11 કરોડ SIP ખાતા બંધ અથવા પરિપક્વ થયા હતા. SIP બુક માર્ચ 2021માં દર મહિને ₹9,000 કરોડથી વધીને માર્ચ 2022માં ₹12,300 કરોડથી વધુ થઈ હતી. જે 34%નો ઉછાળો છે.

ભારતીય શેર બજારોમાં આકર્ષક રિટર્નથી રોકાણ વધ્યું

વૈશ્વિક બજારોની તુલનાએ ભારતીય બજાર સૌથી સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ગત નાણાકીય વર્ષના અંતે બેન્ચમાર્ક સેન્સેક્સ 17 ટકા વધ્યો હતો. જેના લીધે ઈક્વિટીમાં લોંગ ટર્મ પણ ટુકડે-ટુકડે નિયમિત રોકાણનું વલણ વધ્યું છે. ઈક્વિટી લક્ષી યોજનાઓ તરફ ફોકસ વધતાં આકર્ષક રિટર્ન મળી રહ્યું છે.એપ્રિલ 2020માં 3 કરોડથી વધુ SIP એકાઉન્ટ હતા. જે સતત વધી ફેબ્રુઆરી 2022ના અંત સુધીમાં 5 કરોડથી વધુ નોંધાયા હતાં.

ડેટ સ્કીમ્સમાંથી 1.67 લાખ કરોડની વેચવાલી

ઈક્વિટીમાં આકર્ષક રિટર્નના પગલે ડેટ ફંડ્સમાંથી રોકાણ ઈક્વિટી ફંડમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. ગત વર્ષે ડેટ સ્કીમ્સમાંથી કુલ 1.67 લાખ કરોડની વેચવાલી નોંધાઈ હતી. એકમાત્ર ડેટ ફંડ્સમાં જ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ્સની અન્ય તમામ કેટેગરીમાં રોકાણ વધ્યુ હતું.

ઈક્વિટી સ્કીમ્સના એયુએમ 32 ટકા વધી

હાઈબ્રિડ અને ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણ વધતાં ઈક્વિટી સ્કીમ્સની એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 32 ટકા, જ્યારે હાઈબ્રિડ સ્કીમ્સની એવરેજ એયુએમ 39 ટકા વધી હતી.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ/ માર્ગદર્શન માટે : મહેશ ત્રિવેદી, 9909007975 (વ્હોટ્સેપ)