ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં2022-23માં રૂ. 200,000 કરોડથી વધુનો નેટ ઇનફ્લો નોંધાયો

અમદાવાદ, 14 એપ્રિલઃ કોવિડ પછી દેશમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી ઇન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઇ હોવાનું  એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડાઓ દર્શાવે છે. માર્ચ માસ માટેના આંકડાઓ જાહેર કરતાં એમ્ફી જણાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની નેટ AUM રૂ. 39,42,031 કરોડ હતી, જ્યારેકે AUM રૂ. 40,04,638 કરોડ હતી.

રિટેઇલ AUM (ઇક્વિટી + હાઇબ્રિડ + સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ) માર્ચ, 2023 માટે રૂ. 20,34,533 કરોડ નોંધાઇ છે તથા સરેરાશ AUM રૂ. 20,45,632 કરોડ હતી.

રિટેઇલ સ્કીમ પોર્ટફોલિયોની સંખ્યા (ઇક્વિટી + હાઇબ્રિડ + સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ) 11,64,81,361 હતી. SIP યોગદાન રૂ. 14,276.06 કરોડ રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો 14,57,30,600ના ઓલ-ટાઇમ હાઇ સ્તરે સ્પર્શ્યો છે તેમજ રિટેઇલ એમએફ ફોલિયો પણ સર્વોચ્ચ સ્તરે સ્પર્શ્યો છે.

માર્ચ 2023માં SIP એકાઉન્ટ્સની સંખ્યા 6,35,99,116 નોંધાઇ છે, જે ફેબ્રુઆરી, 2023માં 6,28,26,035 હતી. જે ફેબ્રુઆરી 2023 માટે SIP AUM રૂ. 6,83,296.24 કરોડ હતી, જે ફેબ્રુઆરીમાં રૂ. 6,74,414.92 કરોડ હતી. માર્ચ 2023માં નવી રજીસ્ટર્ડ SIPની સંખ્યા 21,65,516 હતી.

માર્ચ, 2023માં ગ્રોથ અને ઇક્વિટી સ્કીમોમાં બી30 શહેરોની SIP AUM રૂ. 1,98,598.54 કરોડ નોંધાઇ છે, જે ફેબ્રુઆરી, 2023માં રૂ. 1,95,992.12 કરોડ હતી. કુલ 43 સ્કીમ લોંચ થઇ છે, જેમાં 22 ઓપન-એન્ડેડ અને 21 ક્લોઝ-એન્ડેડ સ્કીમ સામેલ છે. તેમણે કુલ રૂ. 8,496 કરોડ એકત્ર કર્યાં છે

માર્ચ 2021-22ના કોવિડ વર્ષમાં SIP એકાઉન્ટની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો

Financial YearMonthTotal No. of Outstanding SIP Accounts-lakhsSIP Monthly Contribution
for the month
SIP Gross Inflows for the Year    SIP AUM (₹ crores)
2017-18Mar-18211.46₹7,119 crores₹67,190 crores₹1,98,738 crores
2018-19Mar-19262.25₹8,055 crores₹92,693 crores₹2,66,815 crores
2019-20Mar-20311.97₹8,641 crores₹1,00,084 crores₹2,39,886 crores
2020-21Mar-21372.54₹9,182 crores₹96,080 crores₹4,27,916 crores
2021-22Mar-22527.73₹12,328 crores₹1,24,566 crores₹5,76,358 crores
2022-23Mar-23 635.99₹14,276 crores₹1,55,972 crores₹6,83,296 crores

ભારત અને તેના સતત વિકસતા રોકાણકારોનો આધાર મ્યુચ્યુઅલ ફંડ મારફકે ઇક્વિટી માર્કેટ્સમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરે છે. ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 200,000 કરોડથી વધુનો નેટ ઇનફ્લો નોંધ્યો છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ એનએસ વેંકટેશે કહ્યું હતું કે, SIP ઇનફ્લોમાં સતત વધારો થઇ રહ્યો છે તથા માસિક ધોરણે તેણે રેકોર્ડ તોડ્યાં છે. રિટેલ રોકાણકાર બજારના હીરો છે એમ કહેવું અતિરેક નથી. વૈશ્વિક ભુ-રાજકીય પરિબળો તેમજ ફુગાવાના કારણે સર્જાયેલી વોલેટાલિટી વચ્ચે પણ મહામારી પછીના સમયમાં રોકાણકારોની સંખ્યામાં જોવા મળેલો વધારો રોકાણકારોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો સંકેત પણ છે.

ડેટ ફંડ્સ વિશેના પ્રશ્નનો જવાબ આપતાં એનએસ વેંકટેશે ઉમેર્યું હતું કે, રોકાણકારોએ ટેક્સ કાર્યક્ષમતાથી આગળ વધીને ડેટ ફંડ્સ તરફ નજર દોડાવવી જોઇએ. આ ફંડ્સ રોકાણકારોને રિયલ-ટાઇમ લિક્વિડિટી પ્રદાન કરે છે, જેનાથી તેઓ એક જ દિવસમાં નાણા ઉપાડવા સક્ષમ રહે છે. લાંબાગાળાના પરિપ્રેક્ષ્યમાં ડેટ ફંડ્સ વ્યાજદરોમાં વધઘટનો લાભ આપે છે. રોકાણકારોએ ડેટ ફંડ્સ સાથે તેમના પોર્ટફોલિયોને સંતુલિત કરવો જોઇએ.