વ્યાજનો વાર્ષિક દર 7.25થી 8 ટકાની વચ્ચે રહેવાની કંપનીની જાહેરાત

મુથુટ ફાઇનાન્સે સિક્યોર્ડ રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ  (“સીક્યોર્ડ NCDs”)ના પબ્લિક ઇશ્યૂની 27મી સીરિઝની જાહેરાત કરી છે. આ દરેક NCDsની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 75 કરોડ છે, જેમાં ₹ 225 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે, જેના પગલે આ સીરિઝની લિમિટેડ સાઇઝ ₹ 300 કરોડ છે. ઇશ્યૂ 25 મે, 2022ના રોજ ખુલશે અને 17 જૂન, 2022ના રોજ બંધ થશે.

ઇક્રા રેટિંગ

સૂચિત સીક્યોર્ડ NCDsને ઇક્રાએ [ICRA] AA+ (સ્ટેબ્લ) રેટિંગ આપ્યું છે. ઇક્રો દ્વારા સીક્યોર્ડ NCDsનું રેટિંગ “નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે સંબંધિત ઊંચી સલામતી” સૂચવે છે.

લિસ્ટિંગ

બીએસઇ ખાતે કરાશે.

સીક્યોર્ડ NCDs માટે રોકાણના 7 વિકલ્પો

જેમાં ‘માસિક’ કે ‘વાર્ષિક’ ધોરણે વ્યાજની ચુકવણી કરવાનો કે મેચ્યોરિટી રિડેમ્પ્શન પર પેમેન્ટનો વિકલ્પ છે, જેમાં વ્યાજના વાર્ષિક દર 7.25 ટકાથી 8 ટકા વચ્ચે છે. આ ઇશ્યૂ મારફતે પ્રાપ્ત ફંડનો ઉપયોગ મુખ્યત્વે કંપનીની ધિરાણ કામગીરી માટે થશે.

ઇશ્યૂના લીડ મેનેજર

એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ છે. આઇડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિમિટેડ ઇશ્યૂના ડિબેન્ચર ટ્રસ્ટી છે. ઇશ્યૂના રજિસ્ટ્રાર લિન્ક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.