અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ટાટા ગ્રૂપની વોચ એન્ડ વેયરેબલ કંપની ટાઈટન કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. 2500 કરોડનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) જારી કરશે. કંપનીએ NCD ઇશ્યૂની શરતો અને ફાળવણીને અંતિમ રૂપ આપવા માટે બોર્ડ કમિટીને સત્તા સોંપી છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 1,000 કરોડ સુધી લાંબા ગાળાના નોન સિક્યોર્ડ ડેટ ઈસ્યૂ કરી ફંડ એકત્ર કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. ટાઇટનની વોચ એન્ડ વેયરેબલ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં રેવન્યુ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. ઈ-રિટેલર્સ તહેવારોની મજબૂત સિઝન માટે તૈયારી કરી રહ્યા હોવાથી વોચ એન્ડ વેયરેબલ સેગમેન્ટમાં ગયા વર્ષની સરખામણીમાં 32 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આજે BSE પર ટાઇટન કંપનીનો શેર 0.29 ટકાના સુધારા સાથે રૂ. 3309.60ના સ્તરે બંધ રહ્યો હતો. 3327.40ની ઇન્ટ્રાડે હાઇ અને 3303.65ની નીચી સપાટીએ પહોંચી. 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 3351.55 અને વાર્ષિક બોટમ રૂ. 2268.90 છે.

NCD શું છેઃ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ચોક્કસ શરતો અને વ્યાજ દરો માટે નિશ્ચિત આવક મેળવવાનું સાધન છે. મોટી કંપનીઓ ઈક્વિટીમાં રૂપાંતરનો કોઈ વિકલ્પ આપ્યા વિના ફંડ એકત્ર કરી રોકાણકારોને ચોક્કસ મુદ્દતે નિશ્ચિત વળતર આપવા બંધાયેલી હોય છે.

NCD ડિબેન્ચર પર ઓફર કરવામાં આવતા વ્યાજ દરો ફિક્સ હોય છે. પાકતી મુદત પર, રોકાણકારને વ્યાજ સાથે મૂળ રકમ પાછી મળે છે. NCD કોલેટરલ દ્વારા સમર્થિત ન હોવાથી, પરંતુ માત્ર ઈશ્યૂઅરની ક્રેડિટ યોગ્યતા, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ રેટિંગ મહત્વપૂર્ણ બની જાય છે. આવા રેટિંગ્સ રોકાણકારોને ઈશ્યુઅરની ક્રેડિટપાત્રતાનો ઈતિહાસ અને ભવિષ્યમાં તે કેવો દેખાશે તે સમજવામાં મદદ કરે છે.