મુંબઇ: નીચા મથાળે હાજર બજારોમાં લેવાલી નિકળતાં સતત ઘટતી કોમોડિટીમાં આજે સુધારો જોવા મળ્યો હતો. જ્યારે સતત વધતી કોમોડિટીમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૯૬૭.૩૦ ખુલી સાંજે ૮૦૦૦.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૮૭ રૂપિયા ખુલી ઉંચામાં ૭૯૮૭ તથા નીચામાં ૭૯૮૭ રૂપિયા થઇ સાંજે ૭૯૮૭ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે કપાસિયા ખોળનાં  વાયદા કારોબાર ૧૮૩ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૨૧ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. જીરૂ, હળદર તથા કપાસનાં ભાવ ઘટયા  મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ તથા સ્ટીલનાં  ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ ૭૧૬૪ રૂપિયા ખુલી ૭૨૨૪ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૫૯ રૂપિયા ખુલી ૧૪૫૯ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૩૧૦૫ રૂપિયા ખુલી ૩૧૫૪ રૂપિયા, ધાણા ૭૯૪૮ રૂપિયા ખુલી ૮૦૨૬ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૫૮૮૦ રૂપિયા ખુલી ૫૯૧૪ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૪૧૦ રૂપિયા ખુલી ૧૨૪૪૪ રૂપિયા, જીરાનાં ભાવ ૩૪૬૨૫ રૂપિયા ખુલી ૩૩૪૫૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૬૮૩.૦૦ રૂપિયા ખુલી ૧૬૭૬.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૮૮૩૦ ખુલી ૪૮૯૯૦ રૂપિયા અને હળદરનાં ભાવ  ૭૯૬૦  રૂપિયા ખુલી ૭૭૯૬ રૂપિયા બંધ રહ્યા હતા.