મુંબઇ: રવિ સિઝનની નવી આવકો શરૂ થવાની રાહ જોતા હાજર બજારો શાંત છે.  તેથી વાયદામાં પણ કૄષિ કોમોડિટીનાં વાયદાનાં ભાવ આજે ઢીલાં રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૯૦.૩૦ ખુલી સાંજે ૭૮૫૬.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૦૩રૂ. ખુલી ઉંચામાં ૭૯૦૩ તથા નીચામાં ૭૯૦૩રૂ. થઇ સાંજે ૭૯૦૩રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવારગમનાં વાયદા કારોબાર ૧૫૬ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૬૫ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે ધાણા, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૦૬૬રૂ. ખુલી ૭૦૫૦ રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૮રૂ. ખુલી ૧૪૪૮રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૭૬રૂ. ખુલી ૨૭૬૦રૂ., ધાણા ૭૩૩૮રૂ. ખુલી ૭૪૬૪રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૮૫૫રૂ. ખુલી ૫૮૪૩રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૨૪૩રૂ. ખુલી ૧૨૨૩૬રૂ., જીરાનાં ભાવ ૩૨૪૮૫રૂ. ખુલી ૩૩૧૬૫રૂ., કપાસનાં ભાવ ૧૬૨૦.૦૦રૂ. ખુલી ૧૬૩૪.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૧૩૦ ખુલી ૪૭૬૩૦રૂ. અને હળદરનાં ભાવ  ૭૧૫૦ રૂ. ખુલી ૭૦૧૦રૂ. બંધ રહ્યા હતા.