અમદાવાદ: Adani Total Gasએ ડિસેમ્બર ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 17.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 148 કરોડ (રૂ. 132 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો વધી રૂ. 1186 કરોડ થઈ છે. જે અગાઉના વર્ષે રૂ. 932 કરોડ હતી. ફ્રાન્સની ઊર્જા અગ્રણી ટોટલ અને અદાણી ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ કંપનીની કામગીરીમાંથી આવક 27.3% વધીને રૂ. 11.86 અબજ થઈ છે.

પરીણામ બાદ શેરમાં 5 ટકાની મંદીની સર્કીટ

અદાણી જૂથા 5 શેર્સમાં આજે મંદીની સર્કીટ વાગી હતી. તે પૈકી અદાણી ટોટલ ગેસમાં સર્જાયેલી મંદીના કારણે શેરની માર્કેટ વેલ્યૂમાં 34 અબજ ડોલરનું નુકસાન થયું છે. આજે શેર 5 ટકાની લોઅર સર્કિટ સાથે બંધ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ 5 ટકા લોઅર સર્કિટ સાથે 1324.45 થયો હતો.