નાણાકિય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સરકારે જ્રો ૨૦૨૩-૨૪નું સામાન્ય અંદાજ પત્ર રજૂ કર્યુ છે. જેમા વપરાશ આધારિત વિકાસની વાત છે. ગ્રામ્યવિકાસનાં દ્રશ્ટિકોણથી જોઇએ તો નાણા મંત્રીએ વેયરહાઉસિંગ સેક્ટરના વિકેન્દ્રિકરણની જે વાત કરી છે તે એક મહત્વનો નિર્ણય કહી શકાય. જે માગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અનેસીડેક્સ પણ એફ. પી. ઓ અને નાના વેપારીઓને સાથે લઇને આ દિશાામાં કામ કરે છે આ પ્રયાસ દેશમાં કોમોડિટીનાં થતા બગાડને અટકાવવામાં દેશને મદદરુપ થશે.

આમ છતાં જો ડબલ્યુ.ડી.આર.ઐ ના નિયમોને જો સંસદની વહેલી મંજૂરી મળી જાય તો આ પ્રયાસની વધુ સારી અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત વેરહાઉસ રસિદની જગ્યાએ eNWR ને સ્થાન મળવું જરૂરી છે. બાજરા તથા જુવાર જેવા અનાજ માટે બજેટમાં વિશેષ જોગવાઇ ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે. એક્સચેન્જો ઉપર પણ આવા અનાજનાં ડેરિવેટિવ્ઝ એટલે કે વાયદા જેવા વેપારનાં સાધનો ઉભા કરીને ખેડૂતોનાં વળતરમાં વધારો કરી શકાય છે. જેના થકી મિલેટ વર્ષની ઉજવણી દરમિયાન ખેડૂતોને આવા અનાજનો પાક લેવા પ્રોત્સાહિત પણ કરી શકાશે.