એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણ

આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે દરેક વ્યક્તિ માટે આવકવેરા માટે સારો ઘટાડો કરવામાં આવ્યો છે અને રાજ્યોને ઘણું ભંડોળ મળ્યું છે. રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકાથી ઘટીને 5.9 ટકા થઈ છે, જે આગામી ત્રણ વર્ષમાં 4.5 ટકા સુધી પહોંચવાનો સ્પષ્ટ માર્ગ ધરાવે છે. માળખાગત સુવિધાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે મૂડીગત ખર્ચમાં રૂ. 7.5 લાખ કરોડથી રૂ. 10 લાખ કરોડના વધારામાં જોવા મળે છે. તેની સાથે પીએમ ગતિશક્તિ અને આ સરકારની અમલ કરવાની ક્ષમતા સાથે મૂડીગત ખર્ચ માર્ગો, રેલવે, બંદર અને એરપોર્ટ દ્વારા જોવા મળશે. પરિણામે એક તરફ, સિમેન્ટ અને સ્ટીલ જેવી મૂળભૂત સામગ્રીઓ માટેની માગ ઊભી થશે, તો બીજી તરફ, સમાજના તમામ વર્ગોમાંથી ઉપભોગલક્ષી ચીજવસ્તુઓની માગ અને રોજગારીની તકો ઊભી થશે. નાણાકીય ક્ષેત્ર માટે સર્વસમાવેશકતા, એમએસએમઇને ધિરાણનો ટેકો અને અનેક સૂચિત સુધારા મારફતે ગિફ્ટ-આઇએફએસસીમાં સરળ, સક્ષમ વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમામ નિયમનકારો માટે સિંગલ-વિન્ડો આઇટી સિસ્ટમ વ્યવસાયિક પ્રવૃત્તિ વધશે. સાયબર જોખમો સામે ડેટા એમ્બેસીઓની સ્થાપના મદદરૂપ થશે. આ સંદર્ભમાં બેંકનો વહીવટી સુધારવા અને રોકાણની સુરક્ષા માટે સૂચિત દરખાસ્તો આવકારદાયક છે. આઇપીઇએફ માટે સંકલિત આઇટી પોર્ટલ ધરાવવાથી શેર અને ચુકવણી ન થયેલા ડિવિડન્ડ પર દાવાઓમાં મદદ મળશે. મધ્યમ વર્ગ કરવેરાના સ્લેબમાં સુધારાને, વરિષ્ઠ નાગરિકો માટે બચતની ઊંચી મર્યાદા અને નવી કરવેરા યોજના માટે પ્રોત્સાહનોને આવકારશે.

બજેટ ભારતીય ઉપભોગ ગાથા અને વૃદ્ધિને ટેકો આપશે, આપણને સારી સ્થિતિમાં જાળવશે, ખાસ કરીને ચીન અને વિકસિત બજારોમાં વૈશ્વિક અવરોધોને ધ્યાનમાં રાખીએ અને જ્યાં સુધી વિશ્વના અર્થતંત્રોમાં સુધારો ન થાય ત્યાં સુધી. બજેટ રજૂ થયું એ અગાઉ રોકાણકારોને કેપિટલ ગેઇનમાં વધારાની ચિંતા હતી. તેમાં કોઈ ફેરફાર થયો નથી, જેથી સકારાત્મક પ્રતિક્રિયા પણ મળી છે. સંપૂર્ણપણે જોઈએ તો આ બજાર માટે અતિ પોઝિટિવ બજેટ છે, જેમાં દરેક માટે કશું લાભદાયક છે. હું બજેટને 10/10 આપું છું.