અમદાવાદ, 25 એપ્રિલઃ નેસ્લે ઈન્ડિયા (Nestle India)એ 2003ના જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળાના પહેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 24.7 ટકા વૃદ્ધિ રૂ. 737 કરોડ અને  કુલ વેચાણ 21.3 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 4,808 કરોડ નોંધાયા છે.

નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણને કહ્યું હતું કે, આ વર્ષના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કંપનીનો ક્વાર્ટરલી ગ્રોથ 2016ની અસાધારણ ત્રિમાસિક ગાળાને છોડીને છેલ્લા 10 વર્ષના કોઈ પણ ત્રિમાસિક ગાળાની તુલનામાં વધુ રહ્યો છે. 2016મા 2015ના લો બેઝને કારણે વધુ ગ્રોથ નોંધાયો હતો. કંપનીએ 12 એપ્રિલે 27 રૂપિયા પ્રતિશેરનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.કંપનીએ આ ડિવિડન્ડની ચૂકવણી આઠ મેથી કરશે. કંપની 2022 માટે 75 રૂપિયાના ફાઈનલ ડિવિડન્ડની સાથે તેની ચૂકવણી કરશે.