NEW LISTING AT NSE

ડાયનેમિક કેબલ્સ શેર NSE પર તા. 27મીએ લિસ્ટેડ થશે
શેરધારકોને BSE અને NSE પર ડ્યુઅલ લિસ્ટિંગ લાભ મળશે
જયપુર: જયપુર સ્થિત વાયર અને કેબલ્સ ઉત્પાદક ડાયનેમિક કેબલ્સ લિમિટેડ (DCL) એ NSE પર તેના ઇક્વિટી શેરની લિસ્ટિંગ મંજૂરીની જાહેરાત કરી છે. કંપનીના શેર હાલમાં BSE ખાતે લિસ્ટેડ છે. કંપની તેના IPO મારફતે ડિસેમ્બર 2017માં BSE SME એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી અને 1 ઑક્ટોબર, 2020ના રોજ મુખ્ય બોર્ડમાં સ્થાનાંતરિત થઈ હતી. રોકાણકારોએ 25મી જુલાઈ 2022ના બંધ ભાવે ગણતરી કરેલ તેના IPOના ભાવ રૂ.40/- પ્રતિ શેરથી 3.7x વળતર મેળવ્યું છે.
કંપનીએ BSEને તેની 25મી જુલાઇના રોજ જાણ કરી છે કે, કંપનીના ઇક્વિટી શેર બુધવાર 27મી જુલાઇ 2022થી નેશનલ સ્ટોક એક્સચેન્જમાં “DYCL” પ્રતીક હેઠળ લિસ્ટેડ અને સોદા માટે દાખલ કરવામાં આવશે. ડાયનેમિકને NSE તરફથી સીધી લિસ્ટિંગની મંજૂરી મળી છે. કંપનીએ FY22 માટે રૂ. 563.6 કરોડની આવક, રૂ. 59.8 કરોડ EBITDA અને રૂ. 30.9 કરોડ PAT નોંધાવ્યા છે.