ફેબ્રુઆરીમાં નિફ્ટી ઈન્ડેક્સની સ્થિતિ

ઈન્ડેક્સઉછાળો
Nifty501.18%
Nifty5001.45%
Nifty Midcap150-0.30%
Nifty Smallcap250-0.65%
Nifty Microcap250-1.39%

અમદાવાદ, 7 માર્ચઃ મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્લોબલ માર્કેટ સ્નેપશોટ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં, નિફ્ટી નેક્સ્ટ 50 એ 6.68%ની વૃદ્ધિ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઇન્ડેક્સ તરીકે ઉભરી આવ્યું છે, જે છેલ્લા 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ દરમિયાન અનુક્રમે 22.85% ,32.8% અને 58.36%  ઉછળ્યો છે. જ્યારે મીડકેપ, સ્મોલકેપ અને માઈક્રોકેપ ઈન્ડાઈસિસ ફેબ્રુઆરીમાં 0.3 ટકા, 0.65 ટકા, અને 1.39 ટકા ઘટ્યા છે.

જાન્યુઆરી-24માં નેગેટીવ ગ્રોથ નોંધાવ્યા બાદ નિફ્ટી50 ફેબ્રુઆરીમાં 1.18 ટકા વધ્યો છે. રિયાલ્ટી સેક્ટરે પણ તેજીનો દોર જાળવી રાખતાં 6.3 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. FMCG ઇન્ડેક્સમાં 1.9% ઘટાડા સાથે સૌથી ખરાબ પ્રદર્શન કરનારો રહ્યો છે, ફરી એકવાર, તમામ પરિબળ આધારિત રોકાણ વ્યૂહરચનાઓએ પોઝિટીવ રિટર્ન આપ્યું છે. વેલ્યુ ફેક્ટરે મહિના માટે 4.4%ના નોંધપાત્ર વધારા સાથે લીડ કરી છે. ત્યારબાદ ક્વોલિટી ફેક્ટર 3.4%ના વધારા સાથે નિફ્ટી 500ના એકંદરે રિટર્નમાં કન્ઝ્યુમર ડિસ્ક્રિએશનરી, એનર્જી અને IT ક્ષેત્રો ટોચના ત્રણ યોગદાનકર્તા હતા, જેના પરિણામે 1.3% વૈશ્વિક બજાર અપડેટની સકારાત્મક અસર થઈ હતી.

અમેરિકામાં S&P 500 અને NASDAQ 100 બંનેએ ફેબ્રુઆરી 2024માં અનુક્રમે 5.2% અને 5.3%નો ઉછાળો નોંધાવ્યો હતો, જેમાં ફરી એકવાર S&P 500ના ઉછાળામાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રનો સૌથી મોટો ફાળો હતો. ચીને 8.4% વૃદ્ધિ હાંસલ કરીને મજબૂત રિકવરી સાથે ઊભરતાં બજારોનું નેતૃત્વ કર્યું, જ્યારે જર્મની 3.9% વૃદ્ધિ સાથે વિકસિત બજારોમાં ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું.

ઓપેક દ્વારા અપેક્ષિત ઉત્પાદન કાપ, રેડ સીના વધતા તણાવ અને મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત બીજા મહિને વધીને ફેબ્રુઆરીમાં 2.8% વધ્યા હતા. સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે 0.3% અને 3.3%નો ઘટાડો જોવા મળ્યો હતો.