અમદાવાદ, 7 માર્ચઃ એશિયન શેરબજારો આજે મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. યુએસ સ્ટોક ઈન્ડેક્સ યુઝર્સ પણ પોઝિટીવ સેશન સાથે રિવર્સ મોડમાં ટ્રેડ થયો છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા તેમજ અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો હાલ સાવચેત થયા છે. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારો આજે સ્થિરથી પોઝિટીવ વલણમાં ટ્રેડ થઈ શકે છે.

મોતિલાલ ઓસ્વાલના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાના મતે, લાર્જકેપના સથવારે આગામી થોડા સમયમાં માર્કેટની તેજી ખેંચાઈ શકે છે. જ્યારે સ્મોલ કેપ અને મીડકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગનું પ્રેશર જોવા મળશે.

Nifty50 Outlook Today:

રિલાયન્સ સિક્યુરિટીઝના રિપોર્ટ મુજબ, Nifty50નો સપોર્ટ લેવલ 22300-22126 જ્યારે રેઝિસ્ટન્સ લેવલ 22573થી 22671 રહેશે. NIFTY-50 એ 22,200 લેવલની નીચલી સપોર્ટ રેન્જમાંથી તીવ્ર રિવર્સલ જોયું છે જે ઉપરની ચાલ માટે ઉચ્ચ સપોર્ટ ઝોન બનાવે છે. 22,200નો સર્વોચ્ચ પુટ સુરક્ષિત હતો અને અમે સકારાત્મક ગતિ સાથે ખાનગી બેન્કોના નેતૃત્વમાં ઝડપી રિકવરી જોઈ છે. ઇન્ટ્રા-અવર રીટ્રેસમેન્ટ એ નીચલી રેન્જ જોવા મળી છે અને આગામી થોડા દિવસોમાં 22,700 સ્તરનું ટેસ્ટિંગ કરવા માટે વર્તમાન તેજી સાથે બાઉન્સ થયું હતું.  હાઈએસ્ટ કોલ OI 22,600 સ્ટ્રાઈક પર પહોંચી ગયો છે જ્યારે ડાઉનસાઈડ પર સૌથી વધુ પુટ OI સાપ્તાહિક એક્સપાયરી માટે 22,300 છે. બેન્ક નિફ્ટી ફ્યુચરનો સપોર્ટ લેવલ 47928-47705 જ્યારે રેઝિસ્ટન્સ લેવલ 48321-48440 છે.

સેક્ટર્સ ટુ વોચઃ કંસ્ટ્રક્શન, પસંદગીના ડિફેન્સ શેરો, મેટલ, સ્મોલ કેપ