અમદાવાદઃ ગુરુવારે વિકલી સેટલમેન્ટ ડેના દિવસે નિફ્ટી-50એ 18120 પોઇન્ટના મથાળે શરૂઆત કર્યા બાદ આખો દિવસ સેલિંગ પ્રેશર વચ્ચે એક તબક્કે 17893 પોઇન્ટનું બોટમ બનાવ્યા બાદ છેલ્લે 51 પોઇન્ટના ઘટાડા સાથે 17992 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 18000 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. સાથે સાથે માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટમેન્ટ બન્ને અથડાઇ ચૂક્યા છે. જોકે, કેશ સેગ્મેન્ટનું ટર્નઓવર રૂ. 46463 કરોડ સામે વધી રૂ. 50306 કરોડ થયું છે.

ટેકનિકલી જોઇએ તો 100 દિવસીય એસએમએ ટેસ્ટ કરીને નિફ્ટીએ સંકેત આપ્યો છે કે, માર્કેટ પાર્ટિસિપન્ટ્સની સંખ્યા વધી રહી હોવાથી પુલબેક રેલીની શક્યતા રહેલી છે. પરંતુ બેરિશ વ્યૂ જોતાં નિફ્ટી અગાઉની જેમ 17902 પોઇન્ટની 100 ડે એસએમએથી પુલબેક થયો હતો તે રીતે પુલબેક થઇ શકે છે. જોકે નિફ્ટી જો તોની 100 ડે એસએમએની નીચે જાય તો માર્કેટ મોમેન્ટમ નેગેટિવ સમજવી તેવી સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTY17992BANK NIFTY42609IN FOCUS
S-117883S-142226ABB (B)
S-217774S-241843HEROMOTO (B)
R-118111R-143065HINDALCO
R-218229R-243521ICICIGI (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 42226- 41843, RESISTANCE 43065- 43521

ગુરુવારે બેન્ક નિફ્ટીએ વધુ 350 પોઇન્ટના હેવી કરેક્શન વચ્ચે 42609 પોઇન્ટનું લેવલ નોંધાવ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. ટેકનિકલી બેન્ક નિફ્ટીએ તેના 42500 પોઇન્ટના મજબૂત સપોર્ટને પણ ઇન્ટ્રા-ડે તોડ્યો છે. જે દર્શાવે છે કે પ્રોફીટ બુકિંગ રૂપી સેલિંગ પ્રેશર જારી રહી શકે છે. ઉપર જણાવ્યા અનુસારના ટેકનિકલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)