મુંબઇ, 11 એપ્રિલઃ NSEની ઇન્ડેક્સ સર્વિસિસ પેટા કંપની NSE ઇન્ડાઇસિસ લિમિટેડે ભારતના પ્રથમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) ઇન્ડેક્સ – નિફ્ટી REITs એન્ડ InvITs ઇન્ડેક્સ લોંચ કર્યા છે.

નિફ્ટી REITs એન્ડ InvITs ઇન્ડેક્સનો ઉદ્દેશ્ય REITs અને InvITsના પ્રદર્શનને ટ્રેક કરવાનો છે, જે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર સાર્વજનિક રૂપે લિસ્ટેડ અને ટ્રેડેડ (લિસ્ટેડ અને ટ્રેડેડ અથવા લિસ્ટેડ નથી, પરંતુ ટ્રેડ કરવાની મંજૂરી છે) છે. ઇન્ડેક્સમાં સિક્યુરિટીઝનું વેઇટ તેમના ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન ઉપર આધારિત રહેશે, જે પ્રત્યેક 33 ટકાની સિક્યુરિટી કેપને આધીન છે તેમજ ટોચની ત્રણ સિક્યુરિટીઝનો કુલ ભાર 72 ટકા છે. નિફ્ટી REITs અને InvITs ઇન્ડેક્સની બેઝ તારીખ 01 જુલાઇ, 2019 છે અને બેઝ મૂલ્ય 1000 છે. આ ઇન્ડેક્સની સમીક્ષા ત્રિમાસિક ધોરણે કરાશે અને રિબેલેન્સ કરાશે.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) એક ઇન્વેસ્ટમેન્ટ વિહિકલ છે, જે આવક પેદા કરતી રિયલ એસ્ટેટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટની માલીકી ધરાવે છે. REIT રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, જ્યારે કે InvITs લાંબાગાળાના માળખાકીય પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે. REITs અને InvITs દ્વારા રોકાણકારો વૈવિધ્યસભર નિયમિત આવક પેદા કરતાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટનું એક્સપોઝર મેળવે છે.

NSE ઇન્ડાઇસિસના સીઇઓ મૂકેશ અગ્રવાલે કહ્યું હતું કે, REITs અને InvITsને રોકડ પેદા કરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની સામે ભંડોળ ઊભું કરવા મજબૂત વૈકલ્પિક ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરીકે ઓળખાય છે.