અમદાવાદઃ NSEએ ભારતના પ્રથમ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને લિસ્ટ કર્યા હોવાની જાહેરાત કરી છે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડ્સનાં પબ્લિક ઇશ્યૂને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જે ઇશ્યૂની સાઇઝ કરતાં 5.91 ગણો ભરાયો હતો. ભારતમાં કોર્પોરેટ, PSUs અને ધિરાણ સંસ્થાઓ દ્વારા વર્ષ 2019થી વર્ષ 2022 દરમિયાન આશરે 10.8 અબજ ડોલરના ગ્રીન બોન્ડ ઇશ્યૂ થયાં છે. NSEના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કેઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ગ્રીન બોન્ડનો ઇશ્યૂ ભારતમાં સહકારી સંઘવાદ અને સ્થાનિક સ્વરાજ્યના મોડલનાં મૂળિયા ઊંડા હોવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.