મુંબઇ, 17 માર્ચઃ બેંગાલુરુમાં ‘ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ’ પર કન્નડ ભાષામાં એક વર્કબુકનું લોકાર્પણ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કર્યું હતું.

એનએસઇ એકેડેમીએ કર્ણાટક સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ સાથે કર્ણાટકની યુવા પેઢીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાથે સંબંધિત કુશળતા લાવવા જોડાણ કર્યું છે. એનએસઇ એકેડેમીએ જુલાઈ, 2022માં કાઉન્સિલ સાથે એમઓયુ કર્યા હતા અને કર્ણાટકમાં 20 સ્ટેટ યુનિવર્સિટીઓ સાથે એમઓએ કર્યા હતા, જેનો આશય કોલેજના વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલ એજ્યુકેશન પ્રદાન કરવાનો છે. એ મુજબ, 20 યુનિવર્સિટીઓના બીજા વર્ષના યુજીના તમામ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 45-કલાકનો ‘ફાઇનાન્શિયલ એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ’ લાઇફ સ્કિલ કોર્સ સામેલ કરવામાં આવ્યો છે. 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ ક્લાસરૂમના સત્રો અને પોતાની રીતે ઓનલાઇન સામગ્રી દ્વારા ફાઇનાન્સની વિવિધ વિભાવનાઓ શીખી રહ્યાં છે. ક્લાસરૂમના સેશનનું સંચાલન એનએસઇ  એકેડમી દ્વારા તાલીમબદ્ધ 2500થી વધારે ફેકલ્ટી મેમ્બર કરે છે. પોતાની રીતે અભ્યાસ કરવા માટે ઓનલાઇન સામગ્રી એનએસઇ એકેડેમી એલએમએસ દ્વારા પૂરી પાડવામાં આવી છે.

આ કોર્સના વિષયો એનએસઇ એકેડેમીએ કર્ણાટકની કોમર્સ અભ્યાસક્રમની સમિતિ અને વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ પાસેથી ઉપયોગી જાણકારી મેળવીને અંગ્રેજીમાં તૈયાર કરી છે. ભાષાનો અવરોધ તોડવા અને વિદ્યાર્થીઓના તમામ વર્ગો સુધી પહોંચવા એનએસઇ એકેડેમીએ કોર્સ વર્કબુકને કન્નડ ભાષામાં તૈયાર કરી છે.