અમદાવાદ, 16 માર્ચ: ખાનગી ક્ષેત્રની બેંક HDFC BANK અને ઓમનીચેનલ બી2બી પ્લેટફૉર્મ FLIPCART હૉલસેલે ફક્ત FLIPCART હૉલસેલના સભ્યો માટે ઇન્ડસ્ટ્રીનું સૌપ્રથમ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું હતું. ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશલનેટવર્ક પર આ ક્રેડિટ કાર્ડનું સંચાલન થશે, જે ડિસ્કવર ગ્લોબલ નેટવર્કનો એક હિસ્સો છે અને જ્યાં ડાઇનર્સ ક્લબ કાર્ડ્સ સ્વીકારવામાં આવે છે, તેવા વિશ્વના 200થી વધારે દેશોમાં તેનો ઉપયોગ કરી શકાશે.આ સહયોગના ભાગરૂપે FLIPCART હૉલસેલના નોંધણી પામેલા સભ્યો FLIPCART હૉલસેલ પર કરવામાં આવેલા ઓનલાઇન ખર્ચ પર 5% કૅશબૅક મેળવી શકશે. તેના અન્ય લાભમાં જોડાવાની કોઇપણ ફી વગર રૂ. 1,500ની કિંમતના એક્ટિવેશન કૅશબૅકની સાથે-સાથે યુટિલિટી બિલ્સની ચૂકવણી અને અન્ય ખર્ચાઓ કરવા પર વધારાના કૅશબૅકનો સમાવેશ થાય છે. આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ થવાને કારણે ભારતમાં નાના વેપારીઓને અનેકવિધ લાભ પૂરાં પાડવાની સાથે-સાથે તેમની ધિરાણ સુધીની પહોંચ વધશે અને ઝડપથી ડિજિટલ ચૂકવણીઓની સ્વીકૃતિ થઈ શકશે.સભ્યો FLIPCART હૉલસેલ સ્ટોર્સ પરથી તેમજ તેની બેસ્ટ પ્રાઇસ FLIPCART હૉલસેલ એપ પરથી સીધા આ કાર્ડ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત HDFC BANK આ ક્રેડિટ કાર્ડ માટેની અરજીઓ પર પ્રક્રિયા હાથ ધરવા તથા સંબંધિત ગ્રાહકસેવા પૂરી પાડવા માટે FLIPCARTના હૉલસેલ સ્ટોર્સની અંદર અલાયદા બૂથ પણ ઊભા કરશે.