જેન્સમોન વી જ્યોર્જ” મોબાઈલ નંબર “9995103502” દ્વારા અને નિતિન શાંતિલાલ નાગડાના નિશ્ચિત નફા સાથે ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ સામે પણ ચેતવણી ઉચ્ચારી છે

અમદાવાદ, 18 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “નરેન્દ્ર વી સુમરિયા” નામના વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગ ઓફર કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં ગેરકાનૂની ડબ્બા ટ્રેડિંગ પ્રવૃત્તિ પ્રદાન કરતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરો કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. અત્રે નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ ટ્રેડિંગ મેમ્બર (ટીએમ) સાથે ઓથોરાઇડ્ઝ પર્સન (એપી) તરીકે જોડાયેલ/નોંધણી થયેલ હતી તથા એપી તરીકે ઉપરોક્ત એસોસિએશન/રજીસ્ટ્રેશન પાછળથી ટીએમ દ્વારા રદ કરવામાં આવ્યું હતું.

રોકાણકારોને સાવધાન અને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ ન કરે. આવા ગેરકાયદેસર પ્લેટફોર્મ પર કામ કરવું રોકાણકારના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર છે કારણ કે આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મને એક્સચેન્જ દ્વારા ન તો મંજૂર કરવામાં આવે છે કે ન તો તેને સમર્થન આપવામાં આવે છે.

રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે  નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં:

1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાના લાભો

2. એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ

3. એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિ