અમદાવાદ, 18 એપ્રિલઃ Avalon Technologiesનો IPO રૂ. 436ની ઇશ્યૂ પ્રાઈસ સામે સવારે રૂ. 431ના મથાળે ડિસ્કાઉન્ટમાં ખુલી ઉપરમાં રૂ. 435.30 અને નીચામાં રૂ. 387.75 થયા બાદ છેલ્લે રૂ. 397.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 38.55 એટલેકે 8.84 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે.

આઇપીઓ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ પ્રાઇસ436
ખુલ્યો431
વધી435.30
ઘટી387.75
બંધ397.45
ઘટાડોરૂ. 38.55
ઘટાડો8.84 ટકા

નબળા પ્રતિસાદ વચ્ચે રિટેલ પોર્શન માંડ 88 ટકા જ ભરાયો હતો

એવલોન ટેક્નોલોજીસના IPOને ક્યુઆઈબી સિવાય તમામ કેટેગરીમાં નિરાશાજનક પ્રતિસાદ મળ્યો હતો. હરીફ કંપનીઓની તુલનામાં આકર્ષક માર્જિન હોવા છતાં આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ વધુ હોવાથી રિટેલ રોકાણકારોએ પ્રતિસાદ આપ્યો ન હતો.રિટેલ પોર્શન 88 ટકા, જ્યારે એનઆઈઆઈ 43 ટકા ભરાયો હતો. જો કે, ક્યુઆઈબી પોર્શન 3.77 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થતાં આઈપીઓ કુલ 2.34 ગણો ભરાયો હતો.

આઇપીઓમાં શેર લાગ્યા હોય તો શું કરશો…?!!

લોંગ ટર્મ વ્યૂહ સાથે વધુ જોખમ લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારોને એવલોન ટેક્નોલોજીસના શેર હોલ્ડ કરવા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)