અમદાવાદ, 30 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 2023-24ની સપ્લાય સિઝન માટે C હેવી મોલાસીસમાંથી બનેલા ઇથેનોલની કિંમતમા 6.87 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જેથી ઇથેનોલનું સ્થાનિક ઉત્પાદન વધે અને પેટ્રોલ સાથે ભેળવવાની ઉપલબ્ધતામાં સુધારો થાય.

તાજેતરના ભાવ વધારાથી ઈથેનોલના ભાવ રૂ. 56.28 પ્રતિ લિટર થઇ ગયો છે, જે ગયા વર્ષે જાહેર કરાયેલા અગાઉની સીઝનના રૂ. 49.41 પ્રતિ લિટર કરતાં વધુ છે. ઉલ્લેખનીય છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 2025 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલનું વર્તમાન 10% સ્તરથી 20% મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ખાંડની ફેક્ટરીની બાય પ્રોડક્ટ અને ઇથેનોલ ઉત્પાદન માટે ઉપયોગી સી મોલાસીસ ગ્રીન ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો એક અસરકારક માર્ગ હોવાનું પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયે 29 ડિસેમ્બરે જણાવ્યું હતું.

વિશ્વમાં ઇથેનોલનો પાંચમો સૌથી મોટો ઉત્પાદક ભારત પેટ્રોલમાં આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ સાથે ઈથેનોલના સ્થાનિક ઉત્પાદનને વેગ આપી રહ્યો છે. જેની પાછળનું કારણ ભારત ઓઈલની જરૂરિયાતના લગભગ 85 ટકા આયાત કરી રહ્યું છે.

જ્યારે ભારતે લક્ષ્ય કરતાં 10 ટકા સંમિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું છે અને સરકાર 20 ટકા સંમિશ્રણના તેના આગામી લક્ષ્યને લઈને ઉત્સાહિત છે, ત્યારે આગળ જતાં કેટલાક પડકારો હશે, ઉદ્યોગના ખેલાડીઓ માને છે.

ઇથેનોલ, એક બાયોફ્યૂલ છે કે, જે મકાઈ, કૃષિ અવશેષો, જેમ કે મકાઈ અને ચોખાના દાંડીઓ અને અમુક હેવી મોલેસિસમાંથી પણ ઉત્પન્ન થાય છે. જે ખાંડની બનાવટની બાયોપ્રોડક્ટ પણ છે. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સાના ડેટા દર્શાવે છે કે, ડિસેમ્બરમાં રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત અગાઉના મહિનાની સરખામણીએ લગભગ 3 ટકા વધી છે. ડિસેમ્બરમાં ભારતે 1.52 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) રશિયન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે નવેમ્બરમાં 1.48 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતી. રશિયાએ વર્ષના છેલ્લા મહિનામાં ભારતને ક્રૂડ ઓઈલના ટોચના સપ્લાયરનું સ્થાન જાળવી રાખ્યું છે.

ઑક્ટોબર અને નવેમ્બરમાં દેશમાંથી સપ્લાયમાં માસિક ધોરણે ઘટાડો થયા પછી રશિયામાંથી ભારતની ક્રૂડ ઑઇલની આયાતમાં વધારો થયો છે. આયાતમાં ઘટાડો રશિયન તેલ પરના સાંકડા ડિસ્કાઉન્ટ અને રિફાઇનર્સ દ્વારા ચૂકવણીના મુદ્દાઓ વચ્ચે જોવા મળ્યો હતો કારણ કે ઓઈલની કિંમત પ્રાઇસ કેપને વટાવી ગઈ છે.