MCXના CSR ઉપક્રમે સચાણા ખાતે પ્રાથમિક શાળાની અર્પણવિધિ
મુંબઈ, 4 ડિસેમ્બરઃ પ્રોજેક્ટ ‘લાઈફ’ની માનવસેવા પ્રવૃત્તિના ભાગરૂપે અને એમસીએક્સના સીએસઆરના ઉપક્રમે શનિવાર, તા.2 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાના સચાણા ગામ ખાતે પ્રાથમિક શાળાની અર્પણવિધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા અને તાલુકાના સચાણા ગામ તથા આજુબાજુના ગામના બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે પ્રોજેક્ટ ‘લાઈફ’ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)ના સીએસઆરના ઉપક્રમે પ્રાથમિક શાળાની અર્પણવિધિ કરવામાં આવી હતી. સચાણા ગામની આ પ્રાથમિક શાળામાં અંદાજિત 500થી વધુ બાળકો દર વર્ષે શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અર્પણવિધિ કાર્યક્રમમાં પી.એસ. રેડ્ડી, એમ.ડી. MCX, રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી, કૃષિ, પશુપાલન, આલોક કપૂર, સર્કલ હેડ, પંજાબ નેશનલ બેન્ક, રાજકોટ હાજર રહ્યા હતા.