નવી દિલ્હી: યીસ્ટ ઉત્પાદનમાં જાપાનની વૈશ્વિક અગ્રણી ઓવાયસી જાપાનની પેટાકંપની ઓરિએન્ટલ યીસ્ટ ઇન્ડિયા (ઓવાયઆઈ)એ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો યીસ્ટ પ્લાન્ટ ઊભો કરવા ₹900 કરોડનું રોકાણ કરીને એની કામગીરી વધારી છે. આ ઉત્પાદન સુવિધા એની કામગીરીના પ્રથમ તબક્કામાં 33,000 મિલિયન ટન તાજી યીસ્ટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. ઉત્પાદન સુવિધા વિસ્તાર માટે રોજગારીમાં વૃદ્ધિ કરશે, પ્લાન્ટ પ્રત્યક્ષ રીતે 200 લોકોને અને વેલ્યુ ચેઇનમાં સ્થાનિક સપ્લાયર્સ મારફતે પરોક્ષ રીતે 800 લોકોને રોજગારી પ્રદાન કરશે.

ગોર્મેટ બેકિંગ ઉત્પાદનો માટે ગુજરાત વિકસતું બજાર

ગોર્મેટ બેકિંગ ઉત્પાદનો માટે ગુજરાત નવું વિકસતું બજાર છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરો વિકસતાં બજારો છે તથા ગુજરાતમાં ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં માગમાં વધારો જોવા મળ્યો છે, જ્યાં લોકો ગુણવત્તાયુક્ત બેકિંગ ઉત્પાદનોની માગ કરી રહ્યાં છે. ઓવાયસી જાપાનના પ્રેસિડન્ટ ઓરિએન્ટલ યીસ્ટ ઇન્ડિયાના ચેરમેન માસાશી નાકાગાવાએ કહ્યું કે, ઓવાયસીની સ્થાપના 1929માં જાપાનની પ્રથમ બેકર્સ યીસ્ટ ઉત્પાદક તરીકે થઈ હતી અને પછી અત્યાર સુધી વિવિધ ફૂડ ઉત્પાદનો, બેકરી ઘટકો અને અન્ય બાયોટેકનોલોજી-સંલગ્ન ઉત્પાદનોની વિવિધતા પ્રદાન કરવા કામગીરીનું વિસ્તરણ કર્યું છે.