એક્સિસ ગ્રૂપનો નિવૃત્તિલક્ષી ફંડોના વ્યવસાયમાં પ્રવેશ

મુંબઈ: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ ફંડોના મેનેજમેન્ટ માટે પેન્શન ફંડ મેનેજર (પીએફએમ) તરીકે એક્સિસ પેન્શન ફંડ મેનેજમેન્ટ લિમિટેડ (એક્સિસ પીએફએમ)ની નિમણૂક કરી છે. એક્સિસ પેન્શન ફંડ મેનેજમેન્ટ લિમિટેડ/એક્સિસ પીએફએમ એ એક્સિસ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડની પેટાકંપની છે. આ નવા લોંચ સાથે એક્સિસ ગ્રૂપ નાગરિકોને રિટાયર્મેન્ટના સોલ્યુશન્સની સંપૂર્ણ રેન્જ પૂરી પાડશે. કંપનીનો ઉદ્દેશ તમામ વ્યક્તિઓને એનપીએસ સાથે તેમની નિવૃત્તિ માટે સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરવાનો છે, જેથી તેઓ નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવી શકે છે. એક્સિસ બેંકના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે, કંપનીએ વ્યવસાયિક કામગીરી શરૂ કર્યાના પ્રથમ 45 દિવસની અંદર ₹100 કરોડથી વધારે એયુએમ મેળવી છે. આ લોંચ સાથે એક્સિસ ગ્રૂપ હવે નિવૃત્તિ સાથે સંબંધિત તમામ પ્રોડક્ટ કેટેગરીઓ પ્રદાન કરશે, જેમાં પેન્શન પ્રોડક્ટ્સ, પેન્શન ફંડ મેનેજમેન્ટ અને એન્યૂઇટિઝ સામેલ છે, જે ગ્રાહકોને તેમની નિવૃત્તિનું આયોજન કરવામાં મદદરૂપ થશે.