અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ પેટીએમ ઈ-કોમર્સે તેનું નામ બદલીને પાઈ પ્લેટફોર્મ્સ કર્યું છે, તેણે ઓનલાઈન રિટેલ બિઝનેસમાં હિસ્સો મેળવતાં ONDC પર વેચાણકર્તા પ્લેટફોર્મ બિટ્સિલા હસ્તગત કરી છે. મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ લગભગ ત્રણ મહિના પહેલા નામ બદલવા માટે અરજી કરી હતી અને 8 ફેબ્રુઆરીએ કંપનીના રજિસ્ટ્રાર પાસેથી મંજૂરી મળી હતી.

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, આ પ્રમાણપત્રની તારીખથી કંપનીનું નામ Paytm E-Commerce Private Limitedમાંથી બદલીને Pai Platforms Private Limited કરવામાં આવ્યું છે. કંપની મૂળરૂપે Paytm E-Commerce Private Limited નામ સાથે સામેલ કરવામાં આવી હતી.”

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ હવે ઇનોબિટ્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (બિટસિલા) હસ્તગત કરી છે જે 2020માં શરૂ કરવામાં આવી હતી અને સંપૂર્ણ-સ્ટેક ઓમ્નીચેનલ અને હાઇપરલોકલ કોમર્સ ક્ષમતા સાથે ઓએનડીસી સેલર પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.

“પાઈ પ્લેટફોર્મ્સ ONDC નેટવર્ક પર એક અગ્રણી ખરીદદાર પ્લેટફોર્મ છે અને બિટસિલા એક્વિઝિશન તેના કોમર્શિયલ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપશે.”

Bitsila 2020માં લોન્ચ કરવામાં આવી હતી, અને તે ONDC પર ટોચના ત્રણ વિક્રેતા પ્લેટફોર્મ્સમાંનું એક છે. તે ONDC પર McDonald’s, BigBasket જેવી માર્કી બ્રાન્ડ્સને સપોર્ટ કરે છે. બિટસિલાની સંપૂર્ણ-સ્ટેક ઓમ્નીચેનલ અને હાઇપરલોકલ કોમર્સ ક્ષમતાઓએ તેની વૃદ્ધિને વેગ આપ્યો છે, જેનાથી તે 30 થી વધુ શહેરોમાં 10,000 થી વધુ સ્ટોર્સમાં 600 મિલિયનથી વધુ પ્રોડક્ટ કેટેગરીનું સંચાલન કરી શકે છે. આ પ્લેટફોર્મ કરિયાણા, ખાદ્યપદાર્થો અને પીણાં સહિત ફેશન, બ્યુટી, પર્સનલ કેર (BPC), અને ઘર સજાવટ સહિતના સેગમેન્ટમાં કાર્યરત છે.