ખેડૂતોની જરૂરિયાતોના ઉકેલ માટે કિસાન ગેટવે એપનું લોન્ચિંગ
અમદાવાદ, 9 ફેબ્રુઆરી: વર્તમાન સમયમાં મોબાઈલ એપ્લીકેશન અને ઓનલાઈન પ્લેટફોર્મ ખેતી અને પશુપાલનને લગતા અનેક પડકારોને પહોચી વળવાની અપાર ક્ષમતા ધરાવતાં ખેડૂતો માટે ઉપયોગી ડિજિટલ એપ કિસાન ગેટવે એપ લોન્ચ કરવામાં આવી છે. જે ખેડૂતોને ટેક્નોલોજી આધારિત એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.
આ મોબાઇલ એપ્લિકેશન ગુજરાતમાં લોન્ચ કરતાં કિસાન ગેટવે એપના ફાઉન્ડર નરીન્દરસિંઘ પંચવટી એ જણાવ્યું હતું કે આ કિસાન ગેટવે એપ ઉપયોગમાં સરળ એપ્લિકેશન છે એટલું જ નહી, માલ અને સેવાઓ સીધા ખરીદ-વેંચાણ ઉપરાંત કૃષિ નિષ્ણાતોને પણ ઍક્સેસ પ્રદાન કરે છે. ખેતી ક્ષેત્રનાં પડકારોને સરળ બનાવવા અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવામાં ખેડૂતોની શક્તિ બનવાના લક્ષ્ય સાથે ગુજરાતમાં આ એપ લોન્ચ કરવામાં અવી છે.
કિસાન ગેટવે મોબાઇલ એપ્લિકેશનને કૃષિ, ખેડૂતો, ખેતી અને નિષ્ણાતોને અરસપરસ જોડવા માટે તથા એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે એ રીતે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી છે.
માહિતી મેળવવા ઉપરાંત, ખેડૂતો એપનો ઉપયોગ કૃષિ ઓજારો ખરીદવા અને ગ્રાહકોને તેમના પાક અથવા ઉત્પાદનોનું સીધું વેચાણ કરવા માટે કરી શકે છે. કૃષિ ક્ષેત્રનાં લોકો સાથે સીધો સંપર્ક કરાવી શકે છે | આ એપના માધ્યમથી ખેડૂતો તેમના પશુધનનું વેચાણ કરી શકે છે. ખેડૂતોને તેમના પશુધન, ઉત્પાદન, તમામ પ્રકારની મશીનરી અને અન્ય સર્વિસ પ્રોવાઈડર તથા સપ્લાયરો માટે સરળતા પ્રદાન કરે છે. |
ખેડૂતો પોતાની કૃષિ પેદાશો કોઈ પણ વચેટિયા વગર સીધી માર્કેટમાં વેંચી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. | કિસાન ગેટવે એપ ખેડૂતોને ચોવીસેય કલાક વિશ્વાસપાત્ર, વ્યવહારુ અને સરળ ઉકેલ આપી શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે. |
ખેડૂતને કૃષિ સપ્લાયર્સ, બિયારણ, અનાજ, ફળો અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ, ખાતર, નિષ્ણાત સહાય, સાધનસામગ્રી અને મશીનરી ડીલરો અથવા લણણી, બોરવેલ, માટી પરીક્ષણ, કૃષિ ઇનપુટ્સ અથવા મશીનરી જેવા સેવા પ્રોવાઈડરોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ મળે છે. | આ જ એપ ઉપર પંપ, મોટર, હાર્વેસ્ટર અને ટ્રેક્ટર, પશુધન સંવર્ધન અને પશુ ચિકિત્સકો વગેરે, સમાંતર કોઈપણ ઉત્પાદન/પશુધન/જમીન સીધા વેચાણ માટે મૂકી શકાય છે. |
કયા કયા કૃષિ સેક્ટર્સ માટે ઉપયોગી થઇ શકે છે એપ….
આ એપ્લિકેશન કૃષિ, બાગાયત, ફ્લોરીકલ્ચર, કપાસ ઉદ્યોગ, માછલી ઉછેર, મધમાખી ઉછેર અને પશુપાલન સહિતના વિવિધ વ્યવસાયોને જોડીને કૃષિ સાથે સંકળાયેલા તમામને સેવા આપે છે. કિસાન ગેટવે પ્રોજેક્ટનું વિઝન કૃષિ ઉદ્યોગમાં હકારાત્મક પરિવર્તન લાવવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનું છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)