અમદાવાદ, 19 જાન્યુઆરીઃ Paytmએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 16,211 કરોડની સરખામણીએ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક માટે રૂ. 15,535 કરોડની કુલ લોનનું વિતરણ કર્યું હતું. જોકે, આમાં 63 ટકાનો વધારો નોંધાયો હતો. Paytm ની પેરન્ટ કંપની One97 Communicationsએ 2850 કરોડ રૂપિયાની એકીકૃત આવક નોંધાવી હતી, જે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં 38 ટકા વધારે છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2062 કરોડની આવક સામે હતી. મુકંપનીની ખોટ ઘટીને રૂ. 221 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 392 કરોડ નોંધાઈ હતી.

પેટીએમએ તેના પેમેન્ટ બિઝનેસમાંથી રૂ. 1730 કરોડની આવક મેળવી હતી, જે વાર્ષિક ધોરણે 45% ની વૃદ્ધિ (YoY) દર્શાવે છે.  ચોખ્ખું ચુકવણી માર્જિન 63% વધીને રૂ. 748 કરોડ થયું છે. ડિસેમ્બર 2023 સુધીમાં, Paytmના વેપારી સબ્સ્ક્રિપ્શન્સ 1.06 કરોડ હતા, જે વાર્ષિક ધોરણે 49 લાખ વધ્યાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)